SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના ૪૫૭ કે–તેણે તેની પાસે રાત્રિના સમયે સ્વયમેવ ચાલી આવેલી યુવાન, સ્વરૂપવતી અને નઢા રમણને ભેગવી નહિ.” આમાં કેઈએ ચારની પ્રશંસા તે કરી જ નહિ; સર્વથી વધુ દુષ્કર કાર્ય ચેરેએ કર્યું છે–એમ કેઈએ કહ્યું નહિ; એ પેલા માતંગપતિથી સહન થયું નહિ. એટલે માતંગપતિએ શ્રી અભયકુમારના પ્રશ્નના જવાબમાં જણાવ્યું કે જે ચોરોએ સુવર્ણથી લદાએલી બાળાને લૂંટ્યા વગર જ જવા દીધી, તે ચારે જ સર્વથી વિશેષ દુસ્કર કાર્યને કરનારા ગણાવા જોઈએ.” શ્રી અભયકુમારને આટલું જ કામ હતું. એને કેણ વખાણે છે, એ જ શ્રી અભયકુમારને જાણવું હતું અને જેઓ ચારેને વખાણે, તેમાંથી જ પિતાને આમ્રફળના ચેરને પકડી પાડ હતે. ચેરેની એવી પ્રશંસા કરનારે તે એક જ નીકળે, એટલે શ્રી અભયકુમારને સરલતા થઈ પડી. શ્રી અભયકુમારે તરત જ એ માતંગપતિને પકડી લીધો અને પૂછયું કે-“તે આમ્રફળની ચારી શી રીતિએ કરી?” માતંગપતિએ તરત જ કહ્યું કે વિદ્યાના બળથી.” પછી એ માતંગપતિને, શ્રી અભયકુમાર, શ્રી શ્રેણિકની પાસે લઈ આવ્યા અને સર્વ વૃત્તાન્ત પિતા રાજાને કહી સંભળાવ્યો. વિનય વિના વિઘા નહિ? શ્રી શ્રેણિકે કહ્યું કે-“સામાન્ય પણ ચેરની ઉપેક્ષા થઈ શકતી નથી, તે પછી આ તે ઘણે શક્તિમાન ચેર છે; માટે આની ઉપેક્ષા નહિ કરતાં, આને નિસÈહપણે નિગ્રહ જ કરવું જોઈએ.” . એ વખતે શ્રી અભયકુમારે શ્રી શ્રેણિક મહારાજાને
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy