SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૮ શ્રી ભગવતીજી મૂત્રનાં વ્યાખ્યાના થાય ? ભવને અટવી મનાય, એ અટવીની ભયંકરતાનેા ખ્યાલ આવે ત્યારે! ભવના ભય લાગવા જોઈએ. એ ભય શાથી નથી લાગતા, એ ભેદ ભાગવા જોઈએ. આટલી ઉત્તમ સામગ્રી મળી છે, છતાં પણ તમે જો ભવના ભયંકરપણાને નહિ સમજો, તા તમારૂં થશે શું ? ભગવાન અને ભગવાનની આજ્ઞા તમારા હૈયે કયારે સ્થાપિત થઈ શકે ? ભવ ભયંકર લાગ્યા પછીથી જ! એટલે તમે સૌથી પહેલા પ્રયત્ન એ કરી કે–ભવ ભર્યુંકર લાગે. દેવ-ગુરૂનાં દર્શનાદિ જે કરો તે આ માટે કરો. રાજ સંસારના સ્વરૂપનું ચિન્તન કરવાના વિચાર કરો. સંસારમાં રહેવું ને મરણથી બચવું એ શકય નથી : આમ તેા તમે મૃત્યુથી ખૂબ જ ડરો છે. શું તમે એમ સમજો છે કે-અહીં જે મૃત્યુ થવાનું છે, તે પહેલ વહેલું જ થવાનું છે? ના, તેા પછી તમને મરવાના ડર શાના લાગે છે ? મરવાના ડર જો સાચા હાય, તે સંસારના ડર લાગ્યા વિના રહે? મરણુ કાને આભારી છે ? જેને સંસાર જાય, તેનું મરણુ જાય. સંસારમાં જે હોય, તે કદી પણ મરણથી બચી શકે નહિ. આપણે આ સંસારમાં આજકાલના નથી, ૫૦-૧૦૦ વર્ષોથી નથી, પણ અનાદિકાલથી છીએ. સંસારમાં આપણે અનન્તા કાલ વિતાબ્યા અને અનન્તાં મરણાને પામ્યા. જ્યાં સુધી આપણે સઁસારમાં રહેવાના, ત્યાં સુધી તે મરવાના જ. મુક્તિમાં ગયેલા જ મરે નહિ. મુક્તિમાં ગયેલા કેમ મરે નહિ ? એમને જન્મ નથી માટે. એમને જો જન્મ હોત, તેા એ પણ મરત, એમને જન્મ નથી, કારણ કે–એમને જન્માવે એવું કર્મ એમણે રહેવા દીધું નથી. એ સકલ કર્મોથી
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy