SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૪ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન મોક્ષ અવશ્યભાવી સમજી જ લે. કાનની ઘટના યોગ્ય જ છે : ભગવાને મોક્ષદાન જે ઉપદેશ દ્વારા કર્યું છે, તે ઉપદેશને જ આ શ્રી ભગવતીજી સૂત્રમાં સંગ્રહ કરાએલો છે. આથી ભગવાનને જેમ બને અને મને કરનારા કહેવાય છે, તેમ આ શ્રી ભગવતીજી સૂત્રને પણ યોગને અને ક્ષેમને કરનાર કહેવાય. ઉપદેશને ગ્રહણ કરનારે, પહેલાં તે આ ઉપદેશને સાંભળવો પડે ને ? જેને કાન ન હોય અથવા કાન હેય પણ બહેરાશ હોય, તે ઉપદેશને સાંભળી શકે નહિ. શ્રી ભગવતીજી સૂત્રમાં આ ઉપદેશ ભગવાને દીધેલો છે, પણ એને સાંભળીને ગણધરભગવાન શ્રી સુધર્માસ્વામીજીએ સંગ્રહેલ. આથી જ, આ શ્રી ભગવતીજી સૂત્રને યોગ રૂપ અને ક્ષેમ રૂપ બે કાને છે, એવી ઘટના કરવામાં આવી છે. શ્રી ભગવતીજી સૂત્ર પણ, રત્નત્રયીને જ પામી શકાય અને પાળી શકાયએ ઉપદેશ આપે છે. આ ઉપરથી એ વાત પણ સમજી લેવી જોઈએ કે શ્રી ભગવતીજી સૂત્રને સાંભળનારે, શ્રી ભગવતીજી સૂત્રને ભણનારે, એક માત્ર રત્નત્રયીને જ પામવાને અને પાળવાને આશય રાખવો જોઈએ. સદગુરૂઓ પણ ભવ્ય જીવોને સનાથ બનાવે છે : ભગવાનની ગેરહાજરીમાં, ભવ્ય જીનું સનાથપણું સગુરૂઓમાં રહેલું છે. ભગવાનની ગેરહાજરીમાં તે, માત્ર સદ્દગુરૂએ જ ભવ્ય જગતના આધાર રૂપ છે. સદ્દગુરૂઓ જે ભગવાનને જ નાથ બનાવીને પ્રવ, તો તેઓને માટે ભવ્ય જગતના સનાથપણાનું પરિપાલન બહુ જ સુલભ છે. સદ્ગ
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy