SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૦ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન હકીક્ત એવી હતી કે–રાજાના પટ્ટહસ્તિના મહાવત ઉપર એ રાણી આસક્ત થયેલી હતી. મહાવતે અને રાણીએ, રોજ રાતના મળી શકાય-એ માટે, આવી ગોઠવણ કરી રાખી હતી. મહાવતે પટ્ટહસ્તિને કેળવીને એ તૈયાર કર્યો હતે કે–રાણી ગવાક્ષમાં આવીને જેવી લાકડાના યાંત્રિક પાટીયાને ખસેડે, કે તરત જ એ હાથી તેને પિતાની સૂંઢથી પકડીને નીચે ઉતારે અને જ્યાં મહાવત તથા રાણું પિતાનું કુકર્મ કરીને પરવારે, એટલે હાથી પાછો એ રાણીને પોતાની સૂંઢથી પકડી, ઉપાડીને ઉપર ગવાક્ષમાં મૂકી દે. મુમુક્ષભાવને ઉત્તેજિત બનાવો: કામી જને પણ કાંઈકમ કુશળતા દાખવે છે? કામી જને કામને માટે જેટલા તત્પર રહે છે અને કુશળ બને છે, તેટલી તત્પરતા અને કુશળતા જે મુમુક્ષુ જનેમાં આવી જાય, તે મેક્ષ તેમનાથી છેટે રહી શકે જ નહિ. વ્રત-નિયમેમાં કષ્ટ લાગે, તપમાં કષ્ટ લાગે, સંયમમાં કષ્ટ લાગે, એ બધું શાથી? તમે ખૂબ ઉંડાણથી વિચારશે, તે જણાશે કે-મુમુક્ષુભાવની ખામીને લીધે એમ બને છે અથવા તે મુમુક્ષુભાવ જે જોરદાર બનવું જોઈએ તેવું જોરદાર બને નથી, માટે એમ બને છે. શ્રી અંધક મુનીશ્વરની ચામડી ઉતારવામાં આવી, ત્યારે એમને વેદના નહિ થઈ હેય? એક ટાંકણું જરા વાગે, તે ય કેવું થાય છે? ત્યારે, જે વખતે જીવતા જાગતા માણસની ચામડી ઉતારે ત્યારે કેવી વેદના થાય, એની કલ્પના તે કરી જુઓ. એ વેદનાની કલ્પના માત્રમાં પણ કંપારી ઉપજાવવાની શક્તિ છે. એવી વેદનાને
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy