SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના ૧૯૩ એ કહી શકાય નહિ. એને તો જ્ઞાનિઓ જ જાણી શકે, આપણે જાણી શકીએ નહિ. આથી પણ, આપણે બીજાઓને જે તિરસ્કાર કરતા હોઈએ, તે તેનાથી અટકી જવું જોઈએ. ખરી વાત તો એ છે કે-માણસે દેશે પિતાના જ જેવા જોઈએ અને બીજાઓના હિતની ચિન્તા કરવી જોઈએ. પિતાના દેષને ખમ નહિ–એ જેટલું સારું છે, તેટલું જ ખરાબબીજાના દોષને ખમ નહિ એ છે. બીજાના દેષને અંગે તે દયાભાવ ખૂબ જ જીવન્ત રહે જોઈએ અને દોષિત એવા પણ માણસમાં જે નાને પણ કઈ ગુણ હોય, તો તે નજર બહાર જવા પામે નહિ–એવા વિવેકી બનવું જોઈએ. અને વિચાર કરે જોઈએ કે-આ જીવ કદાચ કર્મષથી અત્યારે. આવે છે, પણ જ્યારે એ દોષ ટળશે ત્યારે આ જીવ કદાચ અમારા કરતાં પણ પહેલો મુક્તિએ જાય તે એ અસંભવિત નથી. દારૂણ અટવીમાં પાંચસો ચોરોને પ્રતિબોધવાને ગયા ? હવે આપણે જે વાતના સમર્થનને માટે કેવલજ્ઞાની મુનીશ્વર શ્રી કપિલને યાદ કર્યા હતા, એ વાત આવે છે. તે સમયમાં રાજગૃહી નામની જે નગરી હતી, તેના અન્તરાલમાં એક અટવી આવેલી હતી, કે જે અટવી અઢાર યોજનના પ્રમાણવાળી લાંબી-પહોળી અને ભયંકર હતી. તે અટવીમાં કડદાસના નામથી પ્રસિદ્ધ એવા બલભદ્ર વિગેરે પાંચ સે ચરે વસતા હતા. એ પાંચ સે માણસે ચોરીને ધંધો કરતા હતા, છતાં પણ હતા લાયક છે. તેમનામાં લાયકાત હોવા ઉપરાન્ત, તેમની ભવિતવ્યતા પણ સારી હતી. એ એવા જ હતા કે સુન્દર
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy