SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાતા મીજીની પાટપરંપરાએ થઈ ગએલા, સર્વેય મહાપુરૂષોને નમસ્કાર કર્યો છે. ૨૪ આત્મામાં આ દૃષ્ટિ પેટ્ઠા થવી જોઈએઃ આ રીતિએ એવા પુણ્યપુરૂષાને નમસ્કાર કરવાનું મન. કચારે થાય ? એ પુણ્યપુરૂષોએ જે ઉપકાર કર્યો છે, તે ઉપકાર પરમ ઉપકાર તરીકે આપણા હૈયામાં વસે ત્યારે ને ? ભગવાન શ્રી જિનેશ્વરદેવના, ગણધરભગવાનના અને તે પછીની આચાર્યપરંપરાના ઉપકાર તા અનુપમ છે, જેની જોડી ન મળી શકે એવા છે, જે ઉપકાર વિના આપણા કદી પણ. ઉદ્ધાર ન થાય એવા છે અને જે ઉપકારને આપણે ઝીલી શકીએ તે આપણા પરમાદ્ધાર પણ થયા વિના રહે નહિ એવા એ ઉપકાર છે; પરન્તુ એ દૃષ્ટિ, આપણા આત્મામાં પેઢા થવી જોઇએ ને ? આપણા આત્મામાં એ દૃષ્ટિ પેદા થયા. વિના, આપણે, ભગવાન શ્રી જિનેશ્વરદેવા આદિને સાચા, હૈયાના વિશુદ્ધ અને ઉલ્લાસ પામતા ભાવપૂર્વકના નમસ્કાર કરી શકીએ જ નહિ. આપણને જ્યારે એમ થઈ જાય કે આ ભગવન્ત આદિએ મેાક્ષમાર્ગને સ્થાપીને અને એને વહેતા રાખીને, અનાદિકાળથી સંસારમાં ભટકતા એવા આપણને, સંસારથી એટલે કે સઘળાં ય દુ:ખાથી છૂટવાની જે આપણી ભાવના, તે ભાવના ફળે એવા માર્ગ દર્શાવવાના આપણા ઉપર ઉપકાર કર્યો છે.? ત્યારે આપણે ભગવાન શ્રી જિનેશ્વરદેવા વિગેરેને જે નમસ્કાર કરીએ, એ નમસ્કાર એવા હોય કે–માત્ર માથું જ નમતું ન હોય, પણ એ તારકાના ચરણે જાણે હૈયું ઢળી પડતું હોય.
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy