SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલા ભાગ-શ્રી જિનસ્તુતિ ૧૨૩ અનન્ત ઉપકારીની સ્તવના કરનારે, શું એ તારકેની સ્તવનાના નામે જ, એ તારકોએ ફરમાવેલી ક્રિયાઓની અવગણના કરવાને તૈયાર થાય? કહે કે-હરગીઝ નહિ! ભગવાન શ્રી જિનેશ્વરદેવની સાચી સ્તવના તે જ કરી શકે છે, કે જેના અન્તરમાં ભગવાન શ્રી જિનેશ્વરદેવના એકે એક વચન ઉપર પૂરેપૂરી આસ્થા હોય, પણ એ તારકના એક પણ વચન વિષે શંકા ય ન હોય! આ આત્મા ભગવાન શ્રી જિનેશ્વર દેવની દ્રવ્યથી અને ભાવથી સ્તવન કરે. દ્રવ્યથી સ્તવના પણ ભાવપૂર્વક કરે અને એ તારકની આજ્ઞાના પાલન રૂપે એ તારકની ભાવસ્તવના એટલે ભાવસેવા પણ કરે. આ દષ્ટિએ, ભગવાન શ્રી જિનેશ્વરદેવની સ્તવનામાં, એ તારકે ફરમાવેલા મોક્ષમાર્ગના સર્વ ગેનો સમાવેશ થઈ જાય છે, એમ પણ જરૂર કહી શકાય, અને એથી એમ પણ કહી શકાય કે-મુક્તિને પમાડનારૂં જે કાંઈ સામર્થ્ય છે, તે સામર્થ્ય શ્રી જિનસ્તવનામાં જ છે. ભગવાનની ઓળખ થાય તે ભગવાન શ્રી જિનેશ્વરદેવની સ્તવનાને આટલો મોટો મહિમા શાથી છે?”-આ પ્રશ્ન, ભગવાન શ્રી જિનેશ્વરદેવની જેને ઓળખ થઈ હોય, તેને તો ઉદ્ભવે જ નહિ. ભગવાન શ્રી જિનેશ્વરદેવની સાચી ઓળખ જેને છેડા પણ પ્રમાણમાં થઈ જાય, તેને એમ જ થાય કે-“આ સંસારમાં સતવવા લાયક જે કોઈ છે, તે એ તારકે જ છે અને એથી જ, એ તારકેને અનુસરનારાઓ પણ એટલે અંશે સ્તવવા લાયક છે;
SR No.023148
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 01
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChimanlal Nathalal
Publication Year1951
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy