SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના ।। ટીંટોઈમંડનશ્રીમુહરીપાર્શ્વનાથાય નમઃ II વિષય અને કષાયની આગની જ્વાળાઓએ જ્યારે આત્માના ગુણોને બાળીને ખાખ કરવાની તૈયારી કરી છે ત્યારે એ જ્વાળાઓ આત્મગુણોને નુકસાન ન કરે તે માટે મહાપુરુષોએ વૈરાગ્યશતક અને ઇન્દ્રિયપરાજયશતક ગ્રંથની ભેટ આપી આપણા જેવા અબુદ્ધ જીવો ઉ૫૨ મહાન ઉપકાર કર્યો છે. આજના ભૌતિકવાદના જમાનામાં અધ્યાત્મવાદની સુનક્કર ઇમારતની એક કાંકરી પણ ન ખરે અને આત્મા સ્વભાવમાં રમણ કરી શકે માટે સંસારના સ્વભાવનું અને ઇન્દ્રિયના સ્વરૂપનું ભાન કરાવી આત્માને સુંદર શિખામણ આપી છે. શ્રી વૈરાગ્યશતક ગ્રંથે સંસારના સંબંધો કેવા છે ? અને સંસારનું સુખ કેવું છે ? એનું સ્પષ્ટ માર્ગદર્શન આપી સંસાર પરથી વૈરાગ્ય પેદા કરાવ્યો છે. એ ઉત્પન્ન થયેલા વૈરાગ્યને પ્રકાશિત રાખવામાં આત્માનું ગુણસ્વરૂપ જ્ઞાન એ ઉપાદાન કારણ છે. અને ઇન્દ્રિયનો વિજય એ સહકારી કારણ છે. વૈરાગ્ય માટે સ્ત્રી એ મહાવિઘ્નભૂત છે. શ્રી ઉત્તરાધ્યયનની ટીકામાં વાદીવેતાલ શ્રી શાંતિસૂરીશ્વરજી મહારાજાએ પરિસહ અધ્યયનમાં સ્ત્રીપરિસહની પ્રસ્તાવનામાં ‘પાપનો ત્યાગ એ વ્રત છે અને પાપમાં હેતુભૂત રાગ અને દ્વેષ છે તથા રાગ અને દ્વેષનું મૂલ સ્ત્રી છે' એમ જણાવ્યું છે. આ વચન વડે એ રાગદ્વેષનું મૂળ તોડવા ઇન્દ્રિયનો પ્રભાવ આત્મ પરથી તોડવા જે ઉપાયભૂત ઇન્દ્રિય પરાજય શતક ગ્રંથ અદ્ભુત કોટિનો છે. શ્રી વૈરાગ્યશતક ગ્રંથની ટીકા સંપાદિત થયેલ છે પણ તેનું ભાષાંતર આજ સુધી અપ્રગટ હતું. તથા શ્રીઇન્દ્રિયપરાજયશતકની ટીકા વિ.સં. ૨૦૫૨માં પ્રગટ થયેલ તેનું ભાષાંતર અપ્રગટ હતું એ બંને ગ્રંથનું ભાષાંતર ભવ્ય જીવોને ખૂબ ઉપકારક બને એવું છે. આ બંને ઇન્દ્રિય પરાજય શતક ગ્રંથ ઉપર વાચનાચાર્ય શ્રી ગુણવિનયગણિએ જે ટીકા રચી છે તે મહાપુરુષનો ઇતિહાસ નીચે પ્રમાણે છે. વાચનાચાર્ય શ્રીગુણવિનયણ આહીરવિજયસૂરિના સમકાલીન ખરતરગચ્છના આ શ્રી જિનચંદ્રસૂરિનાસામ્રાજ્યમાં પાઠક શ્રી ક્ષેમરાજગણિવર થયા, તેમના શિષ્ય વાચકવર્ય શ્રી પ્રમોદમાણિક્યગણિવરના અન્હેવાસી વાદગજકેસરિશ્રી જયસોમ ગણિ હતા. તેમણે સં. ૧૬૫૦માં લાહોરમાં ‘કર્મચંદ્ર
SR No.023146
Book TitleVairagyashatak Indriyaparajayshatak
Original Sutra AuthorN/A
AuthorPunyakirtivijay
PublisherSangmarg Prakashan
Publication Year2002
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy