SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતરઃ જે માનને ધરતા એવા અર્થાત્ ઉત્તમ પુરુષો મરણમાં પણ એટલે કે પ્રાણને ત્યાગ કરવાનો અવસર આવે તો પણ દીનવચન અર્થાત્ હીન વાક્ય બોલતા નથી ‘થેન્દ્રેખ્તરપખ્તરોપા વિ સુવળસંધવોજી નવખંપસીસપ્તાહા:' (સિ. ૮૪-૨) એ પ્રાકૃત વ્યાકરણના સૂત્રથી ધ્ ના ઝંપ નું ‘નૃપતિ’ થયું છે. નિશ્ચે તે માનીઓ પણ સ્નેહગ્રહગહિલ અર્થાત્ પ્રેમના કદાગ્રહ વડે ગ્રહણ થયેલા છતાં બાળાઓને એટલે કે સ્ત્રીઓને લલ્લિ એટલે ટંકની જેમ પ્રાર્થના, કરે છે. ચાટુ વાક્યોને બોલે છે. માનધન-માન એટલે ગર્વ તે જ છે ધન જેઓનું તે માનધન તે જ ઉત્તમ છે. જે કા૨ણે કહ્યું છે કે - અધમ પુરુષો ધનને ઇચ્છે છે. મધ્યમ પુરુષો ધન અને માન બંને ઇચ્છે છે અને ઉત્તમ પુરુષો માનને ઇચ્છે છે. માન જ મોટાઓનું ધન છે. અહીં શ્રી વિજયપાલરાજા અને પદ્માનું દૃષ્ટાન્ત છે. તે આ પ્રમાણે - પુરિમતાલનામનું નગર હતું, જ્યાં મહેલની અગ્રભૂમિ (અગાસી) ઉપર ચઢેલી સ્ત્રીઓના મુખો વડે અકાલે ચન્દ્રનો વિભ્રમ થતો હતો. (૧) ત્યાં માનીઓમાં શિરોમણિ એવો વિજયપાલ નામનો રાજા હતો. તેને ઉઘત્વિભ્રમા એવી રંભા નામની પત્ની હતી. (૨) એક વખત હાથી ઉપર બેઠેલા,રાજમાર્ગ ઉપર જતા એવા તેણે જાણે બીજી લક્ષ્મી જ ન હોય એવી લક્ષ્મી નામની શ્રેષ્ઠીપુત્રીને જોઈ. (૩) પાછા ફરીને મહેલમાં આવીને તેના નેત્રરૂપ જાળ વડે ખેંચાયેલા તેણે તેના પિતા પાસે માંગીને રાજા તેણીને પરણ્યો.(૪)ત્યાગ કરી દીધો છે રાજ્યનો વ્યવહાર જેણે, અંતઃપુરને નહીં છોડતો, અન્યત્ર ક્યાંય બુદ્ધિ નથી જેની એવો રાજા રાત દિવસ તેણીની સાથે ૨મે છે. (૫) કીડાની જેમ તે ભોગોમાં રત, વિસ્મરણ થઈ ગયેલી ચેતનાવાળો,વિવેકરહિત એવો તે કેટલાક કાળને આમ પસાર કરે છે.(૬) એક વખત મંત્રી વડે કહેવાયું “હે સ્વામિન્ ! સામાન્ય માણસ પણ રાગને વશ ગયેલો લઘુપણાને પામે છે તો રાજાનું તો શું કહેવું ?” (૭) ક્રમ વડે સેવાતા એવા જ ધર્મ-કામ-અને અર્થનો સમૂહ ઇચ્છિત ભોગોને આપે છે અન્યથા આ બધા (ધર્મ-કામ અને અર્થ) નિષ્ફળ છે. (૮) રાગ રૂપ સર્પના ઝે૨થી અન્ધ થયેલા એવા ગુણીઓના ગુણો નાશ પામે છે. ગુરુઓના ઉપદેશ તેઓના કાનમાં પ્રવેશતા નથી. (૯) હે રાજેન્દ્ર ! તારા શત્રુઓ ઉદ્યમશાલી થાય છે (અર્થાત્ બળવાન થતા જાય છે.) હે પ્રભુ !તે કારણથી ઈન્દ્રિયપરાજયશતક ૧૩૯
SR No.023146
Book TitleVairagyashatak Indriyaparajayshatak
Original Sutra AuthorN/A
AuthorPunyakirtivijay
PublisherSangmarg Prakashan
Publication Year2002
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy