SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ હાલ ! સુલ ! ગોલ ! નાથ ! દયિત ! પ્રિય ! રમણ ! કાન્ત ! સ્વામી ! નિર્દય ! અવસરને નહિ જાણનાર ! જડ ! કૃપા વગરના ! અકૃતજ્ઞ ! શિથિલભાવવાળા ! નિર્લજ્જ રુક્ષ! નિલીન ! કારુણ્યહીન ! હે જિનરક્ષિત ! હે મારા હૃદયના રક્ષક !અનાથ, અબાધવ એકલી જે તારા ચરણના પડખાની સેવિકા એવી મને છોડવા માટે તેને યોગ્ય નથી. હે ગુણોમાં શંકર સમાન ! હું તારા વગર ક્ષણ વાર પણ જીવવા માટે સમર્થ નથી. અનેક જલચર પ્રાણી મગર અને વિવિધ સેંકડો પ્રાણીઓથી વ્યાપ્ત એવા ઘર સમાન સમુદ્રની મધ્યમાં હું તારી આગળ આત્મઘાત કરું છું, આવ, પાછો વળ. જો તું મારા પર કુપિત થયો છે તો મારા એક અપરાધની ક્ષમા કર. ચાલી ગયેલા વાદળથી નિર્મલ થયેલી, ચંદ્રના મંડલના આકારવાળી તથા શોભા સહિત શરદઋતુના નવા કમળ, કુમુદ, કુવલયના નિર્મલ પાંદડાના સમૂહ સમાન તારું નયન અને વદન બતાવ. પિપાસાથી આવેલી એવી મને તે જોવા માટે શ્રદ્ધા છે તેથી આ તરફ હે નાથ ! જુઓ, એટલામાં તમારા વદન રૂપી કમલને જોઉં. આ પ્રમાણે પ્રેમપૂર્વક સરલ અને મધુર એવા કરુણસ્વરોને વારંવાર બોલતી, પાપીહૃદયવાળી તેવી પાપી માર્ગની સામે આવે છે. ત્યાર પછી તે કર્ણને સુખ આપનાર, મનોહર એવા આભૂષણના અવાજ વડે તથા પ્રેમપૂર્વકના સરલ અને મધુર વચન વડે ચલિત થયું છે જેનું મન એવો જિનરક્ષિત તે રત્નાદ્વીપની દેવીના સુંદર સ્તન, યોનિ, વદન, હાથ, પગ, નયન, લાવણ્ય રૂપ સ્વરૂપ યૌવનની દિવ્ય એવી શોભાને ઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝ ઈદ્રિયપરાજયશતક ૧૦૪
SR No.023146
Book TitleVairagyashatak Indriyaparajayshatak
Original Sutra AuthorN/A
AuthorPunyakirtivijay
PublisherSangmarg Prakashan
Publication Year2002
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy