________________
દિ કી આપ પ્રશંસેરે. પરગુણ ઓલવે, [૫૯ કોડે જાપ સરખું એક ધ્યાન અને તેવા કોડે ધ્યાન સમાન એક લય એટલે ચિત્તની એકાગ્રતા છે. ધ્યાનના સ્થળ અને કાળાદિકને વિચાર–
ચિત્તની એકાગ્રતા માટે સૌથી મુખ્ય પિતાનું આત્મબળ જોઈએ છતાં પણ સામાન્ય માણસ માટે ભૂમિ. અને કાળ પણ જરૂરી રહે છે, આથી ચિત્તની એકાગ્રતા માટે જન્મ કલ્યાણકભૂમિએ, તીર્થસ્થાને તેમજ પવિત્ર તથા એકાંત સ્થળને સાધકે ઉપગ કર જોઈએ. ધ્યાનશતકમાં આ સંબંધે કહ્યું છે કે “તરૂણ, સ્ત્રી, પશુ, નપુંસક વિગેરેથી રહિત મુનિનું સ્થાન હોવું જોઈએ. અને દયાન અવસ્થામાં પણ આવું જ સ્થાન આવશ્યક છે. ” આ સ્થાન અને કાળની અપેક્ષા સામાન્ય જનમાટે છે પણ જેમણે મન, વચન અને કાયાના પેગ સ્થિર કર્યા હોય અને દયાનમાં નિશ્ચલ રહી શકતા હોય તેવા મુનિરાજે તે ગમે તેવા માણસોથી ભરપુર લત્તામાં, અરણ્યમાં, સ્મશાનમાં કે શૂન્ય સ્થળમાં એક સરખી રીતે ચિત્તની સ્થિરતા કેળવી શકે છે, આથી જ્યાં મન, વચન અને કાયાની સ્થિરતા રહે અને કેઈપણ જીવને પિતાનાથી હરત ન થાય તેવું સ્થાન ધ્યાન માટે એગ્ય છે. જેવી રીતે સ્થાન માટે કહ્યું તેવી જ રીતે કાળ માટે પણ જાણવું. જે સમયે મન વચન અને કાયાના કેગ ઉત્તમ સમાધિમાં રહેતા હોય તે સમયે ધ્યાન કરવું. ધ્યાન માટે રાત્રિ કે દિવસને કેઈ જાતને કાળભેદ નથી. સાધકે એટલું–સ વિચારવું