________________
જ. કૃ] તેથી સુજશ (હિ) સાહિબ, [૬૨૧
જીર્ણોદ્ધાર – જીર્ણોદ્ધાર કરવાના કામમાં પણ ઘણે જ પ્રયત્ન કરો. કેમકે—જેટલું પુણ્ય નવું જિનમંદિર કરાવવામાં છે, તે કરતાં આઠગણું પુણ્ય જીર્ણોદ્ધાર કરાવવામાં છે, જીર્ણ મંદિર સમરાવવામાં જેટલું પુણ્ય છે તેટલું નવું કરાવવામાં નથી, કારણ કે નવું મંદિર કરાવવામાં ઘણું જીવની વિરાધના તથા હારૂં મંદિર એવી પ્રખ્યાતિ પણ ખરી. માટે તેમાં જીર્ણોદ્ધારના જેટલું પુણ્ય નથી. તેમજ કહ્યું છે કે-જિનકલ્પી સાધુ પણ રાજા, પ્રધાન, શેઠ તથા કૌટુંબિક એમને ઉપદેશ કરી જીર્ણ જિનમંદિર સમરાવે, જે પુરુષો જીર્ણ થયેલાં, પહેલાં જિનમંદિરોને ભક્તિથી ઉદ્ધાર કરે છે, તેઓ ભયંકર સંસારસમુદ્રમાં પડેલા પિતાના આત્માને ઉદ્ધાર કરે છે. આ ઉપર નીચે પ્રમાણે દષ્ટાંત છે – ૬.૧૦૦ શત્રુંજયને જીર્ણોદ્ધાર કરવાનું પિતા(ઉદાયને)અભિગ્રહ સહિત ધાર્યું હતું, તેથી મંત્રી (વાલ્સટે) તે કામ શરૂ કરાવ્યું, ત્યારે હેટા શેઠીઆ લોકોએ પિતાની ગાંઠનું નાણું પણ તે કામમાં આપ્યું. છ દ્રમ્પની મૂડી રાખનાર ભીમ નામે એક ઘી વેચનાર હતું, તેની પાસે ફરતી ટીપ આવી, ત્યારે તેણે ઘી વેચી મૂડી સહિત દ્રવ્ય આપી દીધું. તેથી તેનું નામ સર્વની ઉપર લખાયું અને તેને સુવર્ણનિધિને લાભ થશે. પછી કાષ્ટમય ચૈત્યને સ્થાનકે શિલામય મંદિર તૈયાર થવાની વધામણી દેનારને મંત્રીએ બત્રીશ સુવર્ણની જીભે આપી. તે ઉપરાંત જિનમંદિર વીજળી પડવાથી તૂટી પડયું એવી વાત કહેનારને તે મંત્રીએ ચોસઠ સુવર્ણની જો આપી. તેનું કારણ કે, મંત્રીએ મનમાં એમ વિચાર્યું કે–