________________
૧૮૮] જે લિંગી મુનિ રાગી; [શ્રા. વિ.
જુદા પ્રકારના તપ સંબંધી ઉજમણમાં જઘન્યથી એક ‘ઉજમણું તે દરવર્ષે યથાવિધિ જરૂર કરવું. કેમકે માણસોની ઉજમણું કરવાથી લક્ષ્મી સારે સ્થાનકે જોડાય, તપસ્યા પણ સફળ થાય, અને નિરંતર શુભ ધ્યાન, ભવ્ય અને સમકિતને લાભ, જિનેશ્વર મહારાજની ભક્તિ તથા જિનશાસનની શેભા થાય, એટલા ગુણ થાય છે. તપસ્યા પૂરી થયા પછી ઉજમણું કરવું તે નવા બનાવેલા જિનમંદિરે કળશ ચઢાવવા સમાન, ચેખાથીભરેલા પાત્ર ઉપર ફળ મૂકવા સમાન અથવા ભેજન કરી રહ્યા પછી તાંબૂલ દેવા સમાન છે.
શાસ્ત્રમાં કહેલી વિધિ પ્રમાણે નવકાર લાખ અથવા ક્રોડ વાર ગણું જિનમંદિરે સ્નાત્રેત્સવ, સાધર્મિક વાત્સલ્ય, સંઘપૂજા વગેરે ઘણા આડંબરથી કરવું. લાખ અથવા કોડ ચોખા, અડસઠ સોનાની અથવા રૂપાની વાડકિયે, પાટિયે, લેખણે તથા રત્ન, મોતી, પરવાળાં, નાણું, તેમજ નાળિયેર વગેરે અનેક ફળ, જાતજાતનાં પફવાને, ધાન્ય તથા ખાદ્ય અને સ્વાદ્ય એવી અનેક વસ્તુઓ, કપડાં વગેરે વસ્તુઓ મૂકી નવકારનું ઉજમણું કરનાર, ઉપધાન કરવા આદિવિધિ સહિત માળા પહેરી આવશ્યક સૂત્રનું ઉજમણું કરનાર, ગાથાની સંખ્યા માફક એટલે પાંચસો ચુમ્માલીશ પ્રમુખ મેદક, નાળિયેર, વાટકિય વગેરે વિવિધ વસ્તુ મૂકીને ઉપદેશમાળાદિકનાં ઉજમણું કરનાર, સોનૈયા વગેરે વસ્તુ નાખી લાડવા આદિ વસ્તુની પ્રભાવના કરી દર્શનાદિકનાં ઉજમણ કરનારા ભવ્ય છે પણ હાલના કાળમાં દેખાય છે. માળા પહેરવી એ મોટું ધર્મકૃત્ય છે, કેમકે નવકાર,