________________
૧. કુ. એક બાલ પણ કિરિયાનમેં તે, પિ૮૩ છઠ્ઠ વગેરે તપસ્યા કરવી. કોડ, લાખ ચોખા વગેરે વિવિધ વસ્તુ વિવિધ ઉજમણમાં મૂકવી. જાતજાતના ચેવીશ, બાવન, બોતેર અથવા એક આઠ ફળે અથવા બીજી જાતજાતની એટલી જ વસ્તુઓ તથા સર્વ ભક્ષ્ય અને ભેજ્ય વસ્તુથી ભરેલો થાળ ભગવાન આગળ ધરવો. તેમજ રેશમી વગેરે ઉત્તમ વસ્ત્રના છેડ (ચંદ્રઆ.) પહેરામણી, આંગલુછણાં, દીવાને સારું તેલ, ધેતિયા, ચંદન, કેસર, ભેગની વસ્તુ, પુષ્પ લાવવાની છાબડી, પિંગાનિકા, કળશ, ધૂપધાણું, આરતી, આભૂષણ, દવાઓ, ચામર, નાળીવાળા કળશ, થાળીઓ, કળા, ઘંટાઓ, ઝલરી, પટહુ વગેરે વાજિત્રે આપવાં. સૂતાર વગેરેને સત્કાર કર. તીર્થની સેવા, વિણસતા તીર્થનો ઉદ્ધાર તથા તીર્થના રક્ષક લોકોને સત્કાર કરે. તીર્થને ગરાસ આપ. સાધર્મિક વાત્સલ્ય, ગુરુની ભક્તિ તથા સંઘની પહેરામણી વગેરે કરવું. યાચક વગેરેને ઉચિત દાન આપવું. જિનમંદિર વગેરે ધર્મકૃત્યો કરવાં.
યાચકોને દાન આપવાથી કીર્તિ માત્ર થાય છે. એમ સમજી તે નિષ્ફળ છે એમ ન માનવું; કેમકે યાચકો પણ દેવના, ગુરુના તથા સંઘના ગુણ ગાય છે માટે તેમને આપેલું દાન બહુ ફળદાયી છે. ચક્રવત્તી વગેરે લકે જિનેશ્વર ભગવાનના આગમનની વધામણી આપનારને પણ સાડાબાર કોડ સોનૈયા જેટલું પ્રીતિ દાન આપતા હતા. સિદ્ધાંતમાં કહ્યું છે કે-સાડાબાર કોડ સેનિયા જેટલું, ચક્રવતનું પ્રીતિદાન જાણવું. આ રીતે યાત્રા કરી પાછા વળતો સંઘવી ઘણું ઉત્સવથી પિતાના ઘરમાં પ્રવેશ કરે.