________________
૫૫૬]
[ા. વિ.
፡
જો પણ સૂત્રુ... ભાષી; અહેારાત્રમાં દિવસે એક વાર ભાજન કરે, તા પણ પચ્ચક્ખાણ કર્યા વિના એકાશણાનુ ફળ મળતુ નથી. લેકમાં પણ એવી જ રીતિ છે કે, કોઈ માણસ કોઈનુ ઘણુ ધન ઘણા કાળ સુધી વાપરે, તેા પણ કહ્યા વિના તે ધનનુ થોડું વ્યાજ પણ મળતુ' નથી. અછતી વસ્તુના નિયમ ગ્રહણ કર્યો હોય તેા, કદાચ કોઈ રીતે તે વસ્તુને ચેગ આવી જાય તે પણ નિયમ લેનાર માણસ તે વસ્તુ લઈ ન શકે, અને નિયમ ન લીધા હોય તેા લઈ શકે. આ રીતે અછતી વસ્તુને નિયમ ગ્રહણ કરવામાં પણ પ્રકટ ફળ દેખાય છે. જેમ પલ્લોપતિ વ'કચૂલને ગુરુમહારાજે “ અજાણ્યાં ફળ ભક્ષણ ન કરવાં ' એવા નિયમ આપ્યા હતા, તેથી તેણે ભૂખ ઘણી લાગી હતી, અને લેાકેાએ ઘણું કહ્યું તે પણ અટવીમાં કપાકફળ અજાણ્યાં હોવાથી ભક્ષણ કર્યાં નહી. પણ તેની સાથેના લેાકેાએ ખાધાં, તેથી તે લાક મરણ પામ્યા. દરેક ચામાસામાં નિયમ લેવાનું કહ્યુ, તેમાં ચેામાસ' એ ઉપલક્ષણથી જાણવુ'. તેથી પખવાડિયાના અથવા એક, બે ત્રણ માસના તથા એક, બે અથવા તેથી વધુ વના પણ નિયમ શક્તિ માફક ગ્રહણ કરવા. જે નિયમ જ્યાંસુધી અને જે રીતે આપણાથી પળાય, તે નિયમ ત્યાં સુધી અને તે રીતે લેવા. નિયમ એવી રીતે ગ્રહણ કરવા કે, જેથી નિયમ વિના એક ઘડી રહી ન શકે, કેમકે વિરતિ કરવામાં મ્હોટા ફળના લાભ છે, અને અવિરતિપણામાં ઘણા કર્મ બંધનાદિક હોય છે, એ વાત પૂર્વે કહેવામાં આવી છે. પૂર્વે જે નિત્ય નિયમ કહેવામાં આવ્યા છે, તે જ નિયમ વર્ષાકાળના ચામાસામાં વિશેષે કરી લેવા.
જ