________________
પવે કે કાલ પરાલે. ધન્ય. (૭) [શ્રા, વિ. એવા છે, પરંતુ પૂજા, દાન વગેરે નિયમો તેમનાથી સુખે પળાય તેમ છે. દરિદ્રી પુરુષોની વાત એથી ઊલટી છે. એમ છે તે પણ ચિત્તની એકાગ્રતા હોય તે ચક્રવતીએ તથા શાલિભદ્ર વગેરે લેકેએ જેમ દીક્ષાદિ કષ્ટ સહન કર્યા, તેમ સર્વે નિયમ સર્વથી સુખે પળાય તેવા છે. કહ્યું છે કે-જ્યાં સુધી ધીર પુરુષે દીક્ષા લેતા નથી, ત્યાં સુધી મેરુપર્વત ઉંચે છે, સમુદ્ર દુર છે, અને કામની ગતિ વિષમ છે. એમ છતાં પાળી ન શકાય એવા નિયમ લેવાની શક્તિ ન હોય, તે પણ સુખે પળાય એવા નિયમ તે શ્રાવકે જરૂર લેવા જ. જેમ વર્ષાકાળમાં કૃષ્ણની માફક તથા કુમારપાળ વગેરેની માફક સર્વ દિશાએ જવાને ત્યાગ કરે ઉચિત છે. તેમ કરવાની શકિત ન હોય તે જે વખતે તે દિશાઓને વિષે ગયા વિના પણ નિર્વાહ થઈ શકે એમ હોય, તે વખતે તે તરફ જવું નહીં. એમજ સર્વ સચિત્ત વસ્તુને ત્યાગ કરી ન શકે તે, જે વખતે જે વસ્તુ વિના નિર્વાહ થઈ શકે એમ હોય, તે વખતે તે વસ્તુને નિયમ લેવો. જે માણસને જે ઠેકાણે, જે વખતે જે વસ્તુ મળવાને સંભવ ન હોય, જેમકે, દરિદ્રી પુરુષને હાથી વગેરે, મરુદેશમાં નાગરવેલનાં પાન વગેરે, તથા આંબા વગેરે ફળની ચતુ ન હોય તે, તે તે ફળ દુર્લભ છે, માટે તે પુરુષે તે ઠેકાણે તે વખતે તે વસ્તુને તે નિયમ ગ્રહણ કરો. આ રીતે અછતી વસ્તુને નિયમ કરવાથી પણ વિરતિ વગેરે મોટું ફળ થાય છે. ૬.૮૯ અછત વસ્તુના ત્યાગ વિષે કમકમુનિનું દષ્ટાંત
એમ સંભળાય છે કે રાજગૃહી નગરીમાં એક ભીખા