________________
પો
જે ચાલે સમભાવે;
[ત્રા. વિ.
વિરૂદ્ધ ભાવના કરવાથી થાય છે. જેમ ક્રોધના જય ક્ષમાથી, માનના નિરભિમાનપણાથી, માયાના સરળતાથી, લાભના સત્તાષથી, રાગના વૈરાગથી, દ્વેષને મૈત્રીથી, મેાહુના વિવેકથી, કામના સ્ત્રીના શરીર ઉપરની અશુચિ ભાવના ભાવવાથી, મત્સરના બીજાની વધી ગએલી સંપદા જોવા છતાં મનમાં અદેખાઇ ન રાખવાથી, વિષયના ઇંદ્રિયદમનથી, મન-વચન-કાયાના અશુભ યાગના ત્રણ ગુપ્તિથી, પ્રમાદને સાવધાનતાથી અને અવિરતિના જય વિરતિથી સુખે થાય છે.
તક્ષક નાગના માથે રહેલા મણિ મેળવવા, અથવા અમૃતપાન કરવું. એવા ઉપદેશ માફ્ક આ વાત બનવી મુશ્કેલ છે; એવી પણ મનમાં કલ્પના ન કરવી. સાધુ મુનિરાજ વગેરે તે તે દોષના ત્યાગ કરીને સદ્ગુણી થએલા સ્પષ્ટ રીતે દેખાય છે, તથા દૃઢપ્રહારી, ચિલાતીપુત્ર, રોહિણેય ચાર વગેરે પુરુષોના દાખલા પણ આ વિષય ઉપર જાહેર છે. કહ્યુ છે કે-હે લોકો ! જે જગત્માં પૂજય થયા તે પહેલાં આપણા જેવા જ સાધારણ માણસ હતા, એમ સમજી તમે દોષના ત્યાગ કરવામાં ઘણા ઉત્સાહવત થાએ. કાંઈ કોઈ એવું ખેતર નથી કે, જેમાં સત્પુરુષો ઉત્પન્ન થાય છે, અને શરીર, ઇંદ્રિયા વગેરે વસ્તુ જેમ માણસને સ્વાભાવિક હેાય છે તેમ માણસને સાધુપણુ સ્વભાવિક નથી મળતું, પરંતુ જે પુરુષ ગુણ્ણાને ધારણ કરે છે તે જ સાધુ કહેવાય છે. માટે ગુણાનું ઉપાર્જન કરો.
અહા ! હૈ પ્રિયમિત્ર વિવેક! તુ ઘણા પુણ્યથી મને મળ્યો. તારે ક્યારે પણ અમારી પાસેથી કયાંય પણ ન વું. હું ત્હારી સ્હાયથી જલ્દી જન્મ-મરણના ઉચ્છેદ