________________
શ્રી નવિજય અધ ચરણ સેવક
[પસ્ય
·
૫. કુ. કામવિકાર ત્રણે લાફને વિટબણા કરનારા છે, તથાપિ મનમાં વિષય—સ’કલ્પ કરવાનું વજે તા કામવિકારને સહુજમાં જીતાય. કહ્યું છે કે—હે કામદેવ ! હું ત્હારૂ મૂળ જાણું. તું વિષય સંકલ્પથી ઉત્પન્ન થાય છે, માટે હું વિષયસંકલ્પ જ ન કરૂ કે, જેથી તું મ્હારા ચિત્તમાં ઉત્પન્ન થાય. આ રીતે વિષય ઉપર પાતે નવી પરણેલી આઠ શ્રેષ્ઠકન્યાઓને પ્રતિબોધ પમાડનાર અને નવાણુ ક્રોડ સેખૈયા જેટલા ધનને ત્યાગ કરનાર શ્રી જંબૂસ્વામીનું, કોશા વેશ્યાને વિષે આશકત થઈ, સાડી બાર ક્રોડ સાનૈયા ખરચી કામવિલાસ કરનાર તત્કાળ દીક્ષા લઈ કાશાના મહેલમાં જ ચામાસુ` રહેનાર શ્રી સ્થૂલભદ્રસ્વામીનુ, તથા અભયા રાણીએ કરેલા અનેક અનુકૂળ તથા પ્રતિકૂળ ઉપસર્ગ થ મનમાં પણ જરાય વિકાર ન પામનાર સુદર્શન શેઠ વગેરેનુ દૃષ્ટાંત પ્રસિદ્ધ છે, માટે અહિ તે કહેવાની જરૂર નથી. ૬ ૬. ૮૭ જ’બુસ્વામીની કથા-રાજગૃહમાં ઋષભદત્ત નામે શેઠ અને તેની ભાર્યા ધારીણી રહેતા હતા. તેમના પુત્રનું નામ જબુકુમાર હતું. એકવખત સુધર્માંસ્વામીની દેશના સાંભળવા જબુકુમાર ગયે.. સુધર્માંસ્વામીની દેશના જબુકુમારને અસર કરી ગઈ. અને દિક્ષા લેવા તૈયાર થયા. જે આઠ કન્યા સાથે વિવાદ્ધ કર્યાં છે તેની સાથે લગ્ન કર્યાં પછી દીક્ષા લેવાની માતાપિતાએ રજા આપી. કન્યાઓએ પણ કહ્યું, “તેઓ દીક્ષા લેશે તે અમે પણ તેમની સાથે દીક્ષા લઈશું'. કન્યાના દાયજામાં કન્યાના માસાળ તરફથી પેાતાના મેાસાળ તરફથી અને પેાતાના પિતાની મિલકત