________________
દિ, ક] તાવત જીવ છે યોગારંભી. (૧૧૦) [૪૬૧
તે નગરી જ્યાંત્યાં કેસરના છંટકાવ કરેલા હોવાથી તરૂણ સ્ત્રી સરખી શેભતી, ઢીંચણ સુધી ફૂલ પાથરેલાં હોવાથી તીર્થંકરની સમવસરણ ભૂમિ સરખી દેખાતી, ઉછળતી દવજારૂપ ભુજાથી જાણે હર્ષવડે નાચતી ન હોય! એવી દેખાતી, દવાની ઘુઘરીઓના મધુર સ્વરથી જાણે ગીત ગાતી ન હોય એવી દેખાતી હતી. તથા તે નગરીની દેદીપ્યમાન તેરણની પંક્તિ જગની લક્ષ્મીનું કીડાસ્થાનક હોય એવી હતી. ત્યાંના માણસે ઊંચા ખાટલા ઉપર બેસી સુંદર ગીતે ગાતાં હતાં. પતિ-પુત્રવાળી સ્ત્રીઓનાં હસતાં મુખોથી પદ્મસરોવરની શોભા તે નગરીને આવી હતી. તથા સ્ત્રીઓનાં કમળપત્ર સરખાં નેત્રેથી નીલકમળના વન સરખી તે નગરી દેખાતી હતી, એવી નગરીમાં પ્રવેશ થયા પછી રાજાએ માનનીય પુરુષોમાં શ્રેષ્ઠ એવા કુમારને હર્ષથી અનેક જાતના ઘડા, દાસ-દાસીઓ, ધન વગેરે ઘણી વસ્તુ આપી. રીતભાતના જાણે પુરુષની એવી જ રીત હોય છે. પછી જેને વિલાસ પ્રિય છે એ રત્નસારકુમાર પુણ્યના ઉદયથી સસરાએ આપેલા મહેલમાં બીજા રાજાની માફક બે સ્ત્રીઓની સાથે કામવિલાસ ભેગવવા લાગ્યા. સેનાનાં પાંજરામાં રહેલ પિપટ ઘણે કૌતુકી હોવાથી વ્યાસની માફક કુમારની સાથે હંમેશાં સમસ્યાપૂર્તિ, આખ્યાયિકા, પ્રહેલિકા વગેરે વિનેદના પ્રકાર કરતું હતું. ત્યાં રહેલા કુમારે દેદીપ્યમાન શ્રેષ્ઠ લક્ષ્મીની પ્રાપ્તિ હોવાથી જાણે માણસ કાયાથીજ સ્વર્ગે ગયે ન હોય ! તેમ પૂર્વની કઈ પણ વાત સંભારી નહીં. એવા સુખમાં કુમારે એક વર્ષ એક ક્ષણની માફક ગાળ્યું. તેવામાં દેવગથી જે વાત થઈ તે કહું છું.