________________
૪ર૪] જે સ્થિતિ છે એ સુરત , [શ્રા. વિ. એટલામાં, સર્વ અંગે પહેરેલાં સુશોભિત આભૂષણથી સર્વે દિશાઓને પ્રકાશિત કરતી એક સુંદર સ્ત્રી સામી આવી. મસ્તકે રત્ન સરખી શિખા ધારણ કરનાર, જેનાર લોકોને ઘણો આનંદ પેદા કરનાર, મનેહર, પિચ્છના સમુદાયથી શોભાને ધારણ કરનાર, મુખે મધુર કેકારવ કરનાર, બીજા મયૂરોને પોતાની અલૌકિક શેભાથી હરાવનાર અને ઇંદ્રના અશ્વને પણ પિતાના વેગથી તુચ્છ ગણનાર એવા એક દિવ્ય મયૂરપક્ષી ઉપર દિવ્ય કાંતીવાળી તે સ્ત્રી બેઠી હતી. સ્ત્રીધર્મની આરાધના કરવામાં નિપુણ એવી તે સ્ત્રી પ્રજ્ઞપ્તિ દેવી માફક દેખાતી હતી. કમલિનીની પેઠે પિતાના સર્વ શરીરમાંથી તે કમળ પુષ્પ જેવી સુગંધીની વૃષ્ટિ કરતી હતી તેની સુંદર તરુણ અવસ્થા દીપતી હતી, અને તેનું લાવણ્ય અમૃતની નીક સરખું જણાતું હતું. જાણે રંભા જ પૃથ્વી ઉપર આવેલી ન હોય! એવી તે સ્ત્રીએ શ્રી આદિનાથ ભગવાનને ભિકતથી વંદના કરી, મયૂર ઉપર બેસીને જ નૃત્ય કરવા લાગી. એકાદ નિપુણ નર્તકી માફક તેણે મનને આકર્ષણ કરનારા હસ્ત-પહલવના કંપાવવાથી, અનેક પ્રકારના અંગ– વિક્ષેપથી, મનને અભિપ્રાય વ્યક્ત કરનારી અનેક ચેષ્ટાથી તથા બીજા પણ નૃત્યના જુદા જુદા પ્રકારથી મનહર નૃત્ય કર્યું. જાણે સર્વ વાત ભૂલી જઈ તન્મય જ થઈ ગયાં ન હોય! એવી રીતે કુમારનું અને પોપટનું ચિત્ત તે નૃત્યથી ચાત થયું. હરણ જેવાં ચાલાક નેત્રને ધારણ કરનારી તે સ્ત્રી પણ આ સુંદર કુમારને જોઈને ઉલ્લાસથી વિલાસ કરતી અને ઘણા કાળ સુધી ચમત્કાર પામેલી હોય તેવી