________________
૪૮] લેઈ ધર્મ વ્યવસાય, સુણે. (૯૯) [શ્રા. વિ. ભાગ્યગથી, માડા કર્મથી, કેઈન બલાત્કારથી, કેઈ મહાતપસ્વીને શાપ હોવાથી અથવા બીજા ક્યા કારણથી આ કઠણ તપસ્યાને સ્વીકાર કર્યો? તે કહે.” પોપટે આ રીતે પ્રશ્ન કરી રહ્યા પછી તાપસ કુમાર એક સરખી નેત્રમાંથી ઝરતી આ સુધારાના બહાનાથી અંદર રહેલા દુઃખને વમતે ન હોય તેવી રીતે ગગદ સ્વરથી કહેવા લાગે –“હે. ભલા પિપટ! હે ઉત્તમકુમાર! તમારી બરાબરી કરી શકે એ જગતમાં કેણ છે? કારણ કે અનુકંપાપાત્ર એવા મહારે વિષે તમારી દયા સાક્ષાત દેખાય છે. પોતાને અથવા પિતાના કુટુંબીઓને દુઃખી જોઈ દુઃખી થયેલા કેણ દેખાતા નથી ? પણ પારકા દુઃખથી દુઃખી થનાર પુરુષે ત્રણે જગતમાં હશે તે માત્ર બે-ત્રણજ હશે. કહ્યું છે કે-શૂરવીર, પંડિત તથા પોતાની લક્ષ્મીથી કુબેરને પણ ખરીદ કરે એવા ધનાઢય લેકે, પૃથ્વી ઉપર પગલે પગલે હજારે જોવામાં આવશે, પણ જે પુરુષનું મન પારકા દુઃખી માણ સને પ્રત્યક્ષ જોઈ અથવા કાને સાંભળી તેના દુઃખથી દુઃખી થાય એવા સતપુરુષ જગતમાં પાંચ કે છ હશે, સ્ત્રીઓ, અનાથ, દીન, દુઃખી અને ભયથી પરાભવ પામેલા એમને સપુરુષ સિવાય બીજે કેણ રક્ષણ કરનારો છે? માટે હે કુમાર ! હારી જે હકીકત છે તે હું હારી આગળ કહું છું. મનથી ખરેખર પ્રેમ રાખનાર માણસ આગળ છાનું રખાય એવું તે શું હોય? તાપસકુમાર આમ બોલે છે, એટલામાં મદોન્મત્ત હાથીની પેઠે વનને વેગથી સમૂળ ઉખેડી નાંખનારે, એક સરખી ઉછળતી ધૂળના ઢગલાથી