________________
દિ. કુ] આરંભાદિક શંકા ધરી, [૩૭૫ વગાડું છું અને ટચકારાથી શિક્ષા કરનારી છું.” એમજ ત્રીજી આંગળીને પૂછયું ત્યારે તેણે કહ્યું, “દેવ, ગુરુ, સ્થાપનાચાર્ય, સાધર્મિક વગેરેનીનવાંગ ચંદનપૂજા, મંગલિક, સ્વસ્તિક, નંદ્યાવર્ત વગેરે કરવાનું તથા જળ, ચંદન, વાસક્ષેપ, ચૂર્ણ વગેરેનું અભિમંત્રણ કરવું હારા તાબામાં છે.” પછી ચોથી આંગળીને પૂછયું ત્યારે તેણે કહ્યું કે, “ડું પાતળી હોવાથી કાનની અંદર ખણવા આદિ ઝીણ કામ કરી કરી શકું છું. દુઃખ આવે છેદાદિ પીડા સહું છું. શાકિની વગેરેના ઉપદ્રવ દૂર કરું છું, જપ સંખ્યા વગેરે કરવામાં પણ અગ્રેસર છું.” તે સાંભળી ચારે આંગળીઓએ મહેમાહે મિત્રતા કરી અ ગૂઠાને પૂછયું કે, હારામાં શા ગુણ છે?” અંગૂઠે કહ્યું, “અરે ! હું તે તમારો ધણું છું ! જુઓ લખવું, ચિત્રામણ કરવું, કેળીયે વાળ, ચપટી વગાડવી, ટચકારો, કરો, મૂઠી વાળવી, ગાંઠ વાળવી, હથિયાર વગેરે વાપરવાં, દાઢી મૂછ સમારવી, તથા કાતરવી, કાતરવું, લેચ કરે, પીંજવું, વણવું, છેવું, ખાંડવું, દળવું, પિરસવું, કાંટે કાઢ, ગાય વગેરે દોહવી, જપની સંખ્યા કરવી, વાળ અથવા ફૂલ ગૂંથવાં, પુષ્પપૂજા કરવી, વગેરે કાર્યો મહારા વિના થતાં નથી. તેમજ વૈરીનું ગળું પકડવું, તિલક કરવું, શ્રી જિનામૃતનું પાન કરવું, અંગૂઠ પ્રશ્ન કરે વગેરે કાર્યો એકલા મહારાથી જ થાય છે.” તે સાંભળી ચારે આંગળીઓ અંગ્રહાને આશ્રય કરી સર્વ કાર્યો કરવા લાગી. ગુરુનું ઉચિત – સ્વજનના સંબંધમાં ઉપર કહ્યું વગેરે