________________
૩૫૮] શુદ્ધ કરૂં હું મુખ ઈ જશે.(૮૪) [શ્રા. વિ. ભાર ઊતારી શકાય નહીં એવા માબાપ વગેરે ગુરુજનેને કેવલિભાષિત સધ્ધર્મને વિશે જેડવાથી ઉપકારને બદલે વાળી શકાય છે. શ્રી સ્થાનાંગ સૂત્રમાં કહ્યું છે કે, ત્રણજણના ઉપકારને બદલે વાળી શકાતું નથી. માબાપને, સ્વામિને અને ધર્માચાર્યને. માતા-પિતાદિના ઉપકારનો બદલો
કેઈ પુત્ર જાવજીવ સુધી પ્રભાત કાળમાં પિતાનાં માબાપને શત પાક તથા સહસ્ત્રપાક તેલવડે અત્યંગન કરે સુગંધી પીઠી ચોળે, ગંધેદક, ઉષ્ણદક અને શીતેદક એ ત્રણ જાતના પાણીથી ન્હવરાવે, સર્વે વસ્ત્ર પહેરાવી સુશેભિત કરે, પાક શાસ્ત્રમાં કહેલી રીત પ્રમાણે બરાબર રાંધેલું, અઢાર જાતિનાં શાક સહિત મનગમતું અન્ન જમાડે અને જાવજજીવ પિતાના ખભા ઉપર ધારણ કરે તે પણ તેનાથી પોતાના માબાપના ઉપકારને બદલે વાળી ન શકાય, પરંતુ જે તે પુરુષ પિતાના મા-બાપને કેવલિભાષિત ધર્મ સંભળાવી, મનમાં બરાબર ઉતારી તથા ધર્મના મૂળ ભેદની અને ઉત્તરભેદની પ્રરૂપણા કરી તે ધર્મને વિશે સ્થાપન કરનારે થાય તે જ પુત્રથી પોતાનાં માબાપના ઉપકારને બદલે વાળી શકાય. સ્વામીના ઉપકારનો બદલો-કઈ મહાન ધનવાન પુરુષ એકાદ દરિદ્રી માણસને ધન વગેરે આપીને સારી અવસ્થામાં લાવ્યો અને તે ઘણે સુખી થઈને રહ્યો. પછી તે માણસને સારી સ્થિતિમાં લાવનાર ધનવાન પુરુષ કોઈ વખતે પિતે દરિદ્રી ગરીબ થઈ પૂર્વે જે દરિદ્રી હતું તે માણસ પાસે