________________
૩૪૮] શીલરે જે પ્રાણીજી; [શ્રા. વિ. એવું પરિણામ ધ્યાનમાં લઈ ન્યાયથી ધન મેળવવાને સારુ ઉધમ કરે. કેમ કે-સાધુઓના વિહાર, આહાર, વ્યવહાર અને વચન એ ચારે વાનાં શુદ્ધ છે કે નહીં તે જોવાય છે. પણ ગ્રહસ્થને તે માત્ર એક વ્યવહાર જ શુદ્ધ છે કે નહિ તે જોવાય છે. વ્યવહાર શુદ્ધ હોય તે સર્વે ધર્મ કૃત્યો સફળ થાય છે. દિનકૃત્યકારે કહ્યું છે કે- વ્યવહાર શુદ્ધ રાખવે એ ધર્મનું મૂળ છે. કેમકે વ્યવહાર શુદ્ધ હોય છે તેથી મેળવેલું ધન શુદ્ધ હોય છે. ધન શુદ્ધ હેય તે આહાર શુદ્ધ હોય છે. આહાર શુદ્ધ હોય તે દેહ શુદ્ધ હોય છે, અને દેહ શુદ્ધ હોય તે માણસ ધર્મકૃત્ય કરવાને ઉચિત થાય છે તથા તે માણસ જે જે કાંઈ કૃત્ય કરે છે, તે તે કૃત્ય તેનું સફળ થાય છે. પરંતુ વ્યવહાર શુદ્ધન હોય તે, માણસ જે જે કાંઈ કૃત્ય કરે તે સર્વે તેનું નકામું છે. કેમકે વ્યવહાર શુદ્ધ ન રાખનાર માણસ ધમની નિંદા કરાવે છે, ધર્મની નિંદા કરાવનાર માણસ પિતાને તથા પરને અતિશય દુલર્ભધિ કરે છે. માટે વિચક્ષણ પુરૂ બની શકે તેટલે પ્રયત્ન કરી એવા કૃત્ય કરવા કે, જેથી મૂર્ખને ધર્મની નિંદા કરે નહીં. લેકમાં પણ આહાર માફક શરીર પ્રકૃતિ બંધાય છે. એ વાત પ્રકટ દેખાય છે. જેમ પિતાની બાલ્યાવસ્થામાં ભેંસનું દૂધ પાનારા ઘોડાઓ જળમાં સુખે પડયા રહે છે, અને ગાયનું દૂધ પીનારા ઘડાઓ જળથી દૂર રહે છે. તેમ માણસ પણ નાનપણ આદિ અવસ્થામાં જે આહાર ભેગવે છે, તેવી તેમની પ્રકૃતિબંધાય છે, માટે વ્યવહાર શુધ્ધ રાખ.