________________
દિ ક] ઢાળ-૭ જે મુનિર્વેષ શકે નવિ ઈડી, [૧૫. લોક થેડા વખતમાં નિર્ધન થાય છે, કેમકે પારકાં છિદ્ર કાઢીને સ્થાર્થ સાધવાથી પિતાની ઉન્નતિ થતી નથી, પણ ઉલટો પિતાને નાશ જ થાય છે, જુઓ, રહેંટના ઘડા છિદ્રથી પિતામાં જળ ભરી લે છે, તેથી તેમાં જળ ભરાએલું રહેતું નથી, પણ વારંવાર ખાલી થઈને જળમાં ડુબે છે. શંકા - ન્યાયવાન એવા પણ કેટલાક લોકે નિર્ધનતા આદિ દુઃખથી ઘણા પીડાયેલા દેખાય છે તેમજ બીજા અન્યાયથી ચાલનારા લોકે પણ આશ્ચર્ય આદિ પણું હોવાથી સુખી દેખાય છે, ત્યારે ન્યાયથી સુખ થાય એમ આપ કહે છે તે પ્રમાણભૂત કેમ મનાય ? સમાધાન : ન્યાયથી ચાલનારા લોકેને દુઃખ અને અન્યાયથી ચાલનારા લોકોને સુખ દેખાય છે, તે પૂર્વભવના કર્મનાં ફળ છે, પણ આ ભવમાં કરેલાં કર્મનાં ફળ નથી.
શ્રી ધર્મઘોષસૂરિજીએ કહ્યું છે કે-૧ પુણ્યાનુબંધી. પુણ્ય, ૨ પાપાનુબંધી પુણ્ય ૩ પુણ્યાનુબંધી પાપ અને ૪ પાપાનુબંધી પાપ, એમ ચાર પ્રકાર છે. જિન ધર્મની વિરાધના ન કરનારા જીવો ભરત ચકવતીની પેઠે સંસારમાં દુઃખ રહિત નિરુપમ સુખ પામે છે, તેમને પુણ્યાનુબંધી પુણ્ય જાણવું, અજ્ઞાન કષ્ટ કરનારા છ કેણિક રાજાની પેઠે હોટી ત્રાદ્ધિ તથા રેગ રહિત કાયા આદિ ધર્મ સામગ્રી છતાં પણ ધર્મકૃત્ય કરે નહિ, અને પાપકર્મને વિષે રક્તથાય, તેઓને પાપાનુબંધી પુણ્ય જાણવું. જે છ દ્રમક મુનિની પેઠે પાપના ઉદયથી દરિદ્રી અને દુઃખી છતાં પણ લેશમાત્ર દયા આદિ લેવાથી જિનધર્મ પાળે છે. તેમને