________________
૩૧૨] જે વ્યવહાર અશોરે; [શ્રા. વિ. ઉપાય ક્ય, તે પણ રાજપુત્રને લેશમાત્ર પણ ફાયદો થયે નહીં. ત્યારે નંદાજાને શારદાનંદન યાદ આવ્યા. “જે રાજપુત્રને સાજો કરે તેને હું હારું અર્ધ રાજ્ય આપીશ.” એ ઢઢરે પીટાવવાને રાજાએ વિચાર કર્યો, ત્યારે દીવાને કહ્યું, “મહારાજ ! મ્હારી પુત્રી થોડું ઘણું જાણે છે.” તે સાંભળી નંદરાજા પુત્ર સહિત ર્દીવાનને ઘેર આવ્યા. ત્યારે પડદાની અંદર બેસી રહેલા શારદાનંદને કહ્યું કે, “વિશ્વાસ રાખનારને ઠગ એમાં શી ચતુરાઈ? તથા ખોળામાં સૂતેલાને મારે એમાં પણ શું પરાક્રમ? શારદાનંદનનનું એ વચન સાંભળી રાજપુત્રે “વિ”િ એ ચાર અક્ષરમાંથી ઉર મૂક્યો. “સેતુ (રામે બંધાવેલી સમુદ્રની પાળ) જેવાથી તથા ગંગાના અને સાગરના સંગમને વિષે સ્નાન કરવાથી બ્રહ્મહત્યા કરનાર પિતાના પાપથી છુટે છે, પણ મિત્રને હણવાની ઈચ્છા કરનાર માણસ સેતુને જોવાથી અથવા સંગમ સ્નાનથી શુદ્ધ થતું નથી.” આ વચન સાંભળી રાજપુત્રે બીજે તે અક્ષર મૂકી દીધું. મિત્રને હણવાની ઈચ્છા કરનાર, કૃતધ, ચાર અને વિશ્વાસ ઘાત કરનાર એ ચારે જશા જ્યાં સુધી ચંદ્ર સૂર્ય છે
ત્યાં સુધી નરકગતિમાં રહે છે.” આ ત્રીજુ વચન સાંભળી રાજપુત્રે ત્રીજો ન અક્ષર મૂક્યો. “રાજન ! તું રાજપુત્રનું કલ્યાણ ઈચ્છતો હોય તે સુપાત્રે દાન આપ. કારણ કે, ગૃહસ્થ માણસ દાન આપવાથી શુદ્ધ થાય છે. ” એ ચેથું વચન સાંભળી રાજપુત્રે ચોથે જ અક્ષર મૂકો. પછી સ્વસ્થ થયેલા રાજપુત્રે વાઘ અને વાનર આદિનું