________________
દિ. ક] શ્રાવક જન કહ્યો અતિ ભલે, [૩૦૯ છે,” એ વાતની પરીક્ષા માટે પુત્રની સ્ત્રીના વચનથી શ્રેષ્ઠીએ ચારતેલા સોના ઉપર લેડું મઢાવીને તેનું એકાટલું પોતાના નામનું બનાવ્યું અને છમાસ સુધી તે વાપરીને નદીમાં નાંખી દીધું, માછલી “કાંઈ ભક્ષ્ય વસ્તુ છે” એમ જણી તે ગળી ગઈ. ધીવરે તે માછલી પકડી, તેના પેટમાંથી પેલું કાટલું નીકળ્યું. નામ ઉપરથી ઓળખીને ધીવરે તે કાટલું શેઠને આપ્યું. તેથી શેઠને તથા તેના પરિવારના સર્વ માણસોને શુદ્ધવ્યવહાર ઉપર વિશ્વાસ ઉત્પન્ન થયે. શેઠને બધ થયો ત્યારે તે સમ્યફપ્રકારે શુક્રવ્યવહાર કરી ટો ધનવાન થશે. રાજદ્વારમાં તેને માન મળવા લાગ્યું અને શ્રાવકમાં અગ્રેસર અને સર્વ લોકોમાં એટલે પ્રખ્યાત થયે કે–તેનું નામ લીધાથી પણ વિદન—ઉપદ્રવ ટળવા લાગ્યાં. હાલના વખતમાં પણ વહાણ ચલાવનારા લોકો વહાણ ચલાવવાની વખતે “હેલા હેલાથી શેઠનું નામ યાદ કરે છે. સ્વામિદ્રોહ વિ. મોટાપાપકર્મવજવા-વિવેકી પુરુષે સર્વ પાપકર્મ તજવાં, તેમાં પણ પિતાના સ્વામી, મિત્ર, વિશ્વાસ રાખનાર, દેવ, ગુરુ, વૃદ્ધ તથા બાળક એટલાની સાથે વેર કરવું કે તેમની થાપણ ઓળવવી, એ તેમની હત્યા કરવા સમાન છે, માટે એ તથા બીજાં મહાપાતકે વિવેકી પુરુષે અવશ્ય વાં. કહ્યું છે કે ખોટી સાક્ષી પૂરનાર, ઘણા કાળસુધી રોષ રાખનાર, વિશ્વાસઘાતી અને કૃતઘ એ ચાર કર્મચાળ અને પાંચમે જાતિચાંડાળ જાણ. અહિ વિસેમીરાને સંબંધ કહીએ છીએ ૬૬૧ વિશ્વાસઘાત ઉપર વિસેમીરાની સ્થા-વિશાલામાં