________________
દિ. કુ એમ નિજ અવગુણ આલવી, [૨૭૭ પિઠે જાતજાતના ઔષધ આદિના કપટથી લોકોને ઠગે છે હવે શેડો લોભ રાખનારા પરોપકારી, સારી પ્રકૃત્તિને જે વૈદ્યો છે તેમની વિદ્યવિદ્યા છેષભદેવ ભગવાનના જીવ છવાનદ વૈદ્યની પેઠે ઈહલોકે તથા પરલોકે ગુણકારી જાણવી. હવે ખેતી, ત્રણ પ્રકારની છે. એક વરસાદના પાણીથી થનારી, બીજી કુવા આદિને પાણીથી તથા ત્રીજી અને–વરસાદ તથા કુવાના પાણીથી થનારી. ગાય, ભેંસ, બકરી ઊંટ, બળદ, ઘોડા હાથી વગેરે જાનવરો પાળીને પિતાની આજીવિકા કરવી તે પશુરક્ષા વૃત્તિ કહેવાય છે. તે પાળવાનાં જાનવર જાતજાતનાં હોવાથી અનેક પ્રકારની છે. ખેતી અને પશુરક્ષાવૃત્તિ એ બન્ને વિવેકી માણસને કરવા યોગ્ય નથી. વળી કહ્યું છે કે-હાથીના દાંતને વિષે રાજાઓની લક્ષ્મી, બળદના બંધ ઉપર પામર લોકેની, ખગની ધારા ઉપર સુભટોની લક્ષ્મી તથા શંગારેલા સ્તન ઉપર વેશ્યાઓની લક્ષ્મી રહે છે. કદાચિત બીજી કાંઈ વૃત્તિ ન હોય, અને ખેતી જ કરવી પડે તે વાવવાને સમય વગેરે બરાબર દયાનમાં રાખો. તથા પશુરક્ષાવૃત્તિ કરવી પડે તે મનમાં પણ દયા રાખવી. કેમકે જે ખેડુત વાવવાને વખત ભૂમિને ભાગ કે છે? તે તથા તેમાં ક પાક આવે? તે જાણે અને માર્ગમાં આવેલું ખેતર મૂકી દે, તેને ઘણું જ લાભ થાય તેમજ જે માણસ દ્રવ્યપ્રાપ્તિને અથે પશુરક્ષાવૃત્તિ કરતે હોય, તેણે પિતાના મનની અંદર રહેલો દયાભાવ છેડે નહીં. તે કામમાં સર્વ ઠેકાણે પોતે જાગૃત રહી છવિચ્છેદ વગેરે વર્જવું. હવે શિલ્પકળા સો જાતની છે, કહ્યું છે કે–કુંભાર,