________________
૨૫૮] શુદ્ધ અશુદ્ધ વિચારો રે તુજ. (૬૪) [શ્રા. વિ. ગુરુને ગુસ્સે થએલા જેઈને પંથકે કહ્યું, “ચાતુર્માસમાં થએલા અપરાધ ખમાવવાને અર્થે મેં આપ સાહેબના ચરણને સ્પર્શ કર્યો.” પંથકનું એવું વચન સાંભળી શેલક મુનિરાજ વરાગ્ય પામ્યા, અને મનમાં વિચાર કરવા લાગ્યા કે, “રસવિષયમાં લેલુપ થએલા મને ધિક્કાર થાઓ!” એમ વિચારી તેમણે તરત વિહાર કર્યો. પછી બીજા શિષ્ય પણ શેલક મુનિરાજને મળ્યા. તેઓ શંત્રુજય પર્વત ઉપર પિતાના પરિવાર સહિત સિદ્ધ થયા. જ્ઞાતાસૂત્રમાં આ કથા છે. કિયા અને જ્ઞાન વિષે-દરરોજ ગુરુ પાસે ધર્મોપદેશ સાંભળે. સાંભળીને તે જ પ્રમાણે યથાશક્તિ ઉદ્યમ કરે. કેમકે ઔષધ કે ભેજનના જ્ઞાનમાત્રથી આરોગ્ય અથવા તૃપ્તિ થતી નથી, પણ તેને ઉપયોગ કરાય તે જ આરોગ્ય કે તૃપ્તિ થાય છે. કહેવું છે કે, કિયો જ ફળદાયક છે. કેવળ જાણપણું ફળદાયક થઈ શકતું નથી. જેમકે સ્ત્રી, ભઠ્ય, અને ભેગને જાણવાથી તેના સુખને ભોગી થઈ શક્તા નથી પણ ભોગવવાથી થાય છે. તરવાની કિયા જાણનાર હોય તે પણ નદીમાં જે હાથ હલાવે નહીં તે ડુબી જાય છે એમ જ્ઞાની પણ કિયા વિના એ બની જાય છે. દશાશ્રુતસ્કંધની ચૂર્ણિમાં કહેલ છે કે જે અકિયાવાદી છે તે ભવી કે અભવી હોય તે પણ નિશ્ચયથી કૃષ્ણપક્ષીય ગણાય છે. કિયાવાદી તે નિશ્ચયથી ભવીજ અને શુક્લપક્ષીજ હોય, ને સમ્યકૃત્ની હેય કે મિથ્યાત્વી હોય પણ એક પુદ્ગલપરાવર્તિમાં જ સિદ્ધિપદને પ્રાપ્ત થાય છે. માટે ક્રિયા કરવી શ્રેયસકરી છે.
જ્ઞાન વિના કિયા ફળદાયક નીવડતી નથી. કહ્યું છે