________________
"રેર૮] તેણે તુરંગનું કાજ; શિ. વિ. જતું રહ્યું, તેમજ પારકે ઘેર દાસપણું તથા ઘણું દુઃખ જોગવવું પડ્યું. કર્મસારને તે પૂર્વભવે જ્ઞાનદ્રવ્ય વાપરવાથી બુદ્ધિની ઘણીજ મંદતા વગેરે માઠું ફળ થયું.” - મુનિરાજનું એવું વચન સાંભળી બને જણાએ
શ્રાવકધર્મ અંગીકાર કર્યો અને જ્ઞાનદ્રવ્ય તથા સાધારણ ‘દ્રવ્ય લીધાના પ્રાયશ્ચિત્ત તરીકે કર્મ સારે બાર હજાર દ્રશ્ન જ્ઞાનખાતે તથા પુણ્યસારે બાર હજાર કશ્મ સાધારણખાતે જેમ ઉત્પન્ન થતા જાય, તેમ આપવા એ નિયમ લીધું. પછી પૂર્વભવના પાપને ક્ષય થવાથી તે બન્ને જણાને પુષ્કળ નાણું મળ્યું, તેમણે જ્ઞાનદ્રવ્ય તથા સાધારણ દ્રવ્ય કબૂલ કર્યું હતું એટલું આપ્યું. તે ઉપરાંત બને ભાઈની પાસે થોડા વખતમાં બાર કોડ સોનૈયા જેટલું ધન થયું તેથી તે મેટા શેઠ સુશ્રાવક થયા. તેમને જ્ઞાનદ્રવ્ય-સાધારણ દ્રવ્યની સારી રક્ષા તથા વૃદ્ધિ વગેરે કરી. આ રીતે ઉત્તમ પ્રકારે શ્રાવકધર્મની આરાધના કરી અને દીક્ષા લઈ તે બને જણ સિદ્ધ થયા.
જ્ઞાનદ્રવ્ય, દેવદ્રવ્યની પેઠે શ્રાવકને ન જ કલ્પ. સાધારણ દ્રવ્ય પણ સંઘે આપ્યું હોય તે જ વાપરવું કલ્પ, નહિ તે નહીં, સંઘે પણ સાધારણ દ્રવ્ય સાત ક્ષેત્રોને વિષેજ વાપરવું, પણ યાચકાદિકને આપવું નહીં. હાલના વ્યવહારથી તે જે દ્રવ્ય ગુરુના ન્યૂછનાદિકથી સાધારણ ખાતે એકઠું કરેલું હોય, તે શ્રાવક-શ્રાવિકાને અપાય નહી. ધર્મશાળાદિકના કાર્યમાં તે તે શ્રાવકથી વપરાય. એવી રીતે જ્ઞાનદ્રિવ્યમાંથી સાધુને આપેલા કાગળ-પત્રાદિક