________________
૨૦૦] તાસ રસ અનુભવ ચાખી rશ્રા. વિ. જ સંતોષ પામી અને જેમ રહિણી વસુદેવને વરી, તેમ તેણે ધર્મદત્તને વરમાળ આરપી. પૂર્વભવને પ્રેમ અથવા દ્વેષ એ બંને પિતાપિતાને ઉચિત એવાં કૃત્યને વિષે જીવને પ્રેરણું કરે છે. બાકી ત્રણે દિશાઓના રાજાએ ત્યાં આવ્યા હતા, તેમણે વિદ્યાધરની સહાયથી પિતાની ત્રણે પુત્રીઓને વિમાનમાં બેસારી ત્યાં તેડાવી, અને ઘણા હર્ષથી તે જ સમયે ધર્મદત્તને આપી. પછી ધર્મદ, વિદ્યારે કરેલા દિવ્યત્સવમાં તે ચારે કન્યાનું પાણિગ્રહણ કર્યું. તે પછી વિચિત્રગતિ વિદ્યાધર ધર્મદત્તને તથા સર્વ રાજાઓને વૈતાઢય પર્વતે લઈ ગયે. ત્યાં વિવિધ પ્રકારના ઉત્સવ કરી તેણે પિતાની પુત્રી અને રાજ્ય ધર્મદત્તને અર્પણ કર્યું.
તે જ સમયે વિદ્યારે આપેલી એક હજાર વિદ્યાઓ ધર્મદત્તને સિંદ્ધ થઈ. એ રીતે વિચિત્રગતિ પ્રમુખ વિદ્યાધરની પાંચસે કન્યાઓનું વૈતાઢય પર્વત ઉપર પાણિગ્રહણ કરી ધમદત્ત અનુક્રમે પોતાને નગરે આવ્યો. અને ત્યાં પણ રાજાઓની પાંચસે કન્યાઓ પર. તે પછી રાજેધર રાજાએ આશ્ચર્યકારી ઘણા ઉત્સવ કરીને જેમ વેલડી સારા ક્ષેત્રમાં વાવવી, તેમ પોતાની સમગ્ર રાજ્યસંપદા પોતાના સદ્ગુણ પુત્ર ધર્મદત્તને માથે વૃધિને એથે પી; અને ચિત્રગતિ સગુરુની પાસે પોતાની પટ્ટરાણી પ્રીતિમતીની સાથે દીક્ષા લીધી. પોતાને સુપુત્ર રાજ્ય ચલાવવા ગ્ય થયા પછી તેણે પોતાના આત્માનું હિત ન કરે? વિચિત્રગતિએ પણ ધર્મદત્તને પૂછીને દીક્ષા લીધી. અનુક્રમે ચિત્રગતિ, વિચિત્રગતિ, રાજધર રાજા અને પ્રીતિમતી રાણી એ ચારે મેક્ષે ગયા. . .