________________
૧૮૬ જેહ રાખે પર પ્રાણને, [મા. વિ. શકાય એ નિધિ પામે, તેમ મ્હારાથી મેળવી ન શકાય એવું જિન ધર્મરૂપ એક રત્ન અને બીજું આ પુત્રરત્ન હું પામી. પ્રીતિમતી આમ બોલે છે, એટલામાં માંદા માણસની પેઠે તે બાળક એકાએક આવેલી મૂચ્છથી તત્કાળ બેભાન થઈ ગયું, અને તેની પાછળ તેની માતા પણ આકરા દુખથી મૂચ્છ ખાઈ બેભાન થઈ જમીન પર ઢળી પડી.
તુરંત પરિવારના તથા આસપાસના લોકેએ દષ્ટિદોષ અથવા કેઈ દેવતાની પીડા વગેરે હશે.” એમ કલ્પના કરી કરી ઘણા ખેદથી ઊંચે સ્વરે પિકાર કર્યો કે “હાય હાય! માતા અને પુત્ર એ બન્નેને એકદમ આ શું થયું ?” ક્ષણમાત્રમાં રાજા, પ્રધાન પ્રમુખ લેકેએ ત્યાં આવી બને માતા-પુત્રને શીતળ ઉપચાર કર્યા, તેથી થેડી વારમાં જ બાળક અને તેની પાછળ તેની માતા પણ સચેતન થઈ. પૂર્વકર્મને વેગ ઘણે આશ્ચર્યકારી છે, તે જ સમયે, સર્વત્ર આ વાતની વધામણી ગઈ, રાજપુત્રને ઉત્સવ સહિત લઈ ગયા.
તે દિવસે રાજપુત્રની તબિયત સારી રહી. તેણે વારંવાર દૂધપાન વગેરે કર્યું પણ બીજે દિવસે શરીરની પ્રકૃતિ સારી છતાં અરૂચિવાળા માણસની માફક તે બાળકે દુધ પીધું નહીં, અને ચઉવિહારપચ્ચફખાણ કરનારની પેઠે ઔષધ વગેરે પણ ન લીધું. તેથી તે બાળકના માતપિતાદિ દુઃખી થયા તેના પુણ્યથી ખેંચાયેલાજ હેયની! એવા એક મુનિરાજ મધ્યાહુ સમયે આકાશમાંથી ઉતર્યા. પ્રથમ પરમ પ્રીતિથી બાળકે અને તે પછી રાજા આદિ લોકેએ મુનિરાજને વંદના કરી. રાજાએ બાળકે દૂધ વગેરે ત્યાગ કરવાનું કારણ પૂછયું,