________________
૧૭૨] તેટલે સહજ સુખ અનુભવે, [શ્રા. વિ. કસ્તવ આભાંગ-અનામથી એમ બે પ્રકારને
છે. કહ્યું છે કે –“ભગવાનના ગુણને જાણ પુરૂષ વીતરાગ ઉપર ઘણે પૂજ્ય ભાવ રાખી વિધિથી તથા ઘણું આદરથી જિનરાજની ઉત્તમ પ્રકારે પૂજા કરે, તે આગ દ્રવ્યસ્તવ જાણવું. આ આગ દ્રવ્યપૂજાથી સકળ કર્મનું નિર્દેશન કરી શકે એ ચારિત્રને લાભ શીધ્ર ઉત્પન્ન થાય છે. માટે સમ્યગદષ્ટિ એ આ પૂજાને વિષે પ્રવૃત્ત થવું.” પૂજા વિધિ બરાબર ન હોય, જિનભગવાનના ગુણનું સારૂં જ્ઞાન ન હોય, પણ માત્ર શુભ પરિણામથી કરેલી જે પૂજા, તે અનાગ દ્રવ્યપૂજા કહેવાય છે. એ રીતે કરેલી અનાગ દ્રવ્યપૂજા પણ ગુણસ્થાનનું સ્થાનક હોવાથી ગુણકારી જ છે, કારણ કે, એથી અનુક્રમે શુભ, શુભતર પરિણામ થાય છે, અને સમ્યકત્વને લાભ થાય છે, ભાવિકાળે કલ્યાણ પામનારા ઘણા ધન્ય જીને “ગુણ નહી જાણ્યા છતાં પૂજાદિ વિષયમાં જેમ અરિહંતના બિંબને વિષે પોપટ યુગલને ઉત્પન્ન થઈ તેમ પ્રીતિ ઉત્પન્ન થાય છે.”
ભારેકમી અને ભવાભિનંદી ને, આ પૂજાદિ વિષયમાં જેમ નિશ્ચયથી મરણ નજીક આવે, ત્યારે રેગી મનુષ્યને પથ્ય વસ્તુ ઉપર જેમ દ્વષ ઉત્પન્ન થાય છે, તેમ હૈષ ઉત્પન્ન થાય છે. માટે તત્વજ્ઞ પુરૂષ જિનબિંબને વિષે અથવા જિદ્ર પ્રણીત ધર્મને વિષે અશુભ પરિણામને અભ્યાસ થવાની બીકથી લેશ માત્ર પણ દ્વેષ ન થાય તેમ કાળજી રાખે છે. ૬. ર૮ પારકી જિનપૂજા ઉપર દ્વેષ કરવા સંબંધી કુતલારાણુની કથા