________________
નિમ્ર જીવનાં તેહ !
[૧૫૫
ક્રિ કૃ.] ઉપર કુસુમાંજલિના પ્રક્ષેપ કરે, પ્રત્યેક પુષ્પાંજલિના પાઠ થએ છતે તિલક, ફૂલ, પુત્ર, ધૂપ આદિ પૂજાના વિસ્તાર જાણવા. પછી મ્હોટા અને ગંભીર સ્વરથી પ્રસ્તુત જે ભગવાન્ પધરાવ્યા હાય, તે ભગવાનના જન્માભિષેક કળશના પાઠ બેલવેા. પછી ઘી, શેલડીના રસ, દૂધ, દહી અને સુંગધી જળ એ પંચામૃતથી સ્નાત્ર કરવું. સ્નાત્ર કરતાં વચમાં પણ ધૂપ દેવેા, તથા સ્નાત્ર ચાલુ હાય ત્યારે પણ જિનમિ’બને માથે ફૂલ જરૂર રાખવું.
વાદિવેતાલ શ્રીશાંતિસૂરિએ કહ્યું છે કે– સ્નાત્ર પુરૂ થાય ત્યાં સુધી ભગવાનનું મસ્તક ફૂલથી ઢાંકેલુ' રાખવું. સારાં સુગ'ધી ફૂલ તે ઉપર એવી રીતે રાખવાં કે, જેથી ઉપર પડતી જળધારા દેખાય નહીં. સ્નાત્ર ચાલતું હાય ત્યારે શક્તિ માફક એક સરખા ચામર, સગીત, વાજિંત્ર આદિ આડંબર કરવા. સ્નાત્ર કર્યાં પછી ફરી સ્નાત્ર કરવુ' હેય તેા નીચેના પાઠ ઉચ્ચારપૂર્વક જલધારા દેવી. “ધ્યાનરૂપ મ`ડલની ધારા સરખી ભગવાનના અભિષેકની જળધારા સ સારરૂપ મહેલની ભીતાને ફરી ફરીવાર તાડી નાખેા.” એમ કહી પછી અગલ્હણાં કરી વિલેપન આદિ પૂજા, પહેલા કરતાં વધુ સારી કરવી. સવ જાતનાં ધાન્યના પકવાન, શાક, ઘી, ગાળ આદિ વિગય તથા શ્રેષ્ઠ ફળ આદિ નૈવેદ્ય પ્રભુ આગળ ધરવું. જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ રત્નના ધણી એવા ત્રણલાકના સ્વામી પ્રભુ આગળ મ્હોટા ન્હાના ક્રમથી પ્રથમ શ્રાવકોએ ત્રણ પુજન કરી ચિત સ્નાત્રપૂજાર્દિક કરવું. પછી શ્રાવિકાએ પણ અનુક્રમથી કરવુ.