________________
દિ. કુ] ઢાળ-૪ શિષ્ય કહે જે પરભાવને, [૧૪૫ અને સ્ત્રીએ ડાબી બાજુએ આશાતના ટાળવાને અર્થે સગવડ હેય તે જઘન્યથી પણ નવ હાથ, ઘરદેરાસર હોય તે એક હાથ અથવા અર્થે હાથ અને ઉત્કૃષ્ટથી સાઠ હાથ અવગ્રહથી બહાર રહી ચત્યવંદન, તથા સારી સ્તુતિઓ ઈત્યાદિ ભણવાથી ભાવપૂજા થાય છે, કહ્યું છે કે “ચેત્યવંદન કરવાને ઉચિત એવા સ્થાનકે બેસી પિતાની શક્તિ માફક વિવિધ આશ્ચર્યકારી ગુણ વર્ણન રૂપ સ્તુતિ, સ્તંત્ર આદિ કહીને ચૈત્યવંદન કરે, તે ત્રીજી ભાવપૂજા કહેવાય છે.” નિશીથમાં-“ગંધારશ્રાવક સ્તુતિએ કરી ભગવાનની સ્તવના કરતે વતાયગિરિની ગુફામાં અહેરાત્ર રહ્યો.” તેમજ વસુદેવહિડિમાં પણ કહ્યું છે કે –“વસુદેવ રાજા સમ્યક્ત્વ પૂર્વક શ્રાવકના સામાયિક પ્રમુખ બારવ્રતને અંગીકાર કરી પચ્ચકખાણ લઈ અને કાર્યોત્સર્ગ, સ્તુતિ પૂર્વક દેવવંદના કરી વિચરે છે. એવી રીતે ઘણે ઠેકાણે “શ્રાવક પ્રમુખ મનુષ્યએ કાર્યોત્સર્ગ, સ્તુતિ વગેરે કરીને ચૈત્યવંદન કર્યું એમ કહ્યું છે.”
ચિત્યવંદનના ત્રણ પ્રકાર–આ ચેત્યવંદન જઘન્યાદિ ભેદથી ત્રણ પ્રકારનું છે. ચવંદન ભાષ્યમાં કહ્યું છે કે –“નમસ્કાર એટલે હાથ જોડીને માથું નમાવવું વગેરે લક્ષણવાળે પ્રણામ માત્ર કરવાથી, અથવા “નમો નિપા એમ કહી નમસ્કાર કરવાથી, યા કાદિ રૂપ એક અથવા ઘણા શ્લોકરૂપી નમસ્કારથી પ્રણિપાત દંડક નામાં શકસ્તવ (નમુશુi) એક વાર કહેવાથી જઘન્ય હૈત્યવંદન થાય છે, ત્યસ્તવ દંડક એટલે “અરિહંત
શ્રા. ૧૦