________________
૧ર૮] કવિ મને ભગ [મા જિ. એવા પવિત્ર વાસ કે મસુખમાં પ્રભુને સ્થાપીને સન્મુખ ઉભો રહી હાથમાં કળશધારીને શુભ પરિણામથી નીચે લએલી ગાથા પ્રમાણે ચિંતવન કરતે અભિષેક કરે. “હે. સ્વામી! બાલ્યાવસ્થામાં મેરુશિખર ઉપર સેનાના કળશથી અસુર-સુરેએ તમને અભિષેક કર્યો તે વખતે જે તમારાં દર્શન કીધાં છે તેને ધન્ય છે.” ઉપર લખેલી ગાથા બેલી તેને અભિપ્રાય ચિંતવી મૌનપણે ભગવંતને અભિષેક કર, અભિષેક કરતા પિતાના મનમાં જન્માભિષેક સંબધી સહ ચિતાર ચિંતન, ત્યારપછી ઘણા યત્નથી વાળખુંચીથી ચંતન કેસર આગલા દિવસેના હોય તે સર્વ ઉતારવાં. વળી બીજી વાર પણ જળથી પખાળીને બે સુંવાળા અગલુછણથી પ્રભુનું અગ નિર્જન કરવું. સર્વાગ નિર્જળ કરીને એક અંગ પછી બીજે અંગે એમ નીચે મુજબ અનુક્રમે પૂજા કરવી. નવ અંગની ચંદનાદિકથી પૂજા.
બે અંગુઠા, બે ઢીંચણ, બે હાથ, બે ખભા, એક મરતક એમ નવ અગે, જમણી બાજુથી ભગવંતની કેસર, ચંદન, બરાસ, કસ્તુરીથી પૂજા કરે. કેટલાક આચાર્ય એમ કહે છે કે, પ્રથમ ભાળસ્થળે તિલક કરી પછી બીજે અંગે પૂરી કરવી. શ્રી જિનપ્રભસૂરિકૃત પૂજાવિધિમાં તે નીચે લખેલી ગાથા પ્રમાણે અભિપ્રાય છે.
સરસ સુગંધીવંત ચંદનાદિક કરી દેવાધિદેવને પ્રથમ જામણ ઢીંચણે પૂજા કરવી. ત્યારપછી જમણે ખભે ત્યારપછી ભાળથળે પછી ડાબે ખલે, પછી ડાબે ઢીચણે,