________________
૧૨] અક્ષય પદ પાવે.. આત. (૩૧) [શ્રા. વિ. - ત્યારપછી ના નિકા: બોલીને અર્થે અવનત જરા નીચે વળી) પ્રણામ કરીને અગર પંચાંગ નમક ર કરીને ભક્તિના સમુદાયથી અત્યંત ઉલસિત મનવાલે બની પંચાંગ પ્રણામ કરીને પૂજાના ઉપકરણ જે કેસર, ચંદનાદિક તે સર્વ સાથે લઈને ઘણીવાર ગંભીર મધુર દવનિથી જિનેશ્વર ભગવંતના ગુણના સમુદાયથી બંધાયેલા એવા મંગળ હતુતિ-સ્તોત્ર બેલતે બે હાથ જોડીને પગલે પગલે જીવરક્ષાને ઉપગ રાખતે જિનેશ્વર ભગવંતના ગુણમાં એકાગ મનવાળે થઈને ત્રણ પ્રદક્ષિણા દે. જો કે પ્રદક્ષિણા પિતાના ઘર દેરાસરમાં ભમતી ન હોવાને લીધે ન બની શકે અથવા બીજા દેરાસરમાં પણ કોઈ કાર્યની ઉતાવળથી પ્રદક્ષિણા કરી ન શકે તે બુદ્ધિમાન પુરુષ સદાય તેવા વિધિ કરવાના પરિણામને તે છેડે જ નહી. પદક્ષિણ દેવાની રીત-પ્રદક્ષિણા દેતાં સમવસરણમાં રહેલાં ચાર રૂપે શ્રી વીતરાગને ધ્યાવતે. ગભારામાં રહેલા પાછળ તેમજ જમણુ-ડાબા પાસામાં ત્રણ દિશે રહ્યા ત્રણ બિંબને વંદન કરે. એટલા જ માટે સમવસરણના સ્થાનભૂત સર્વ દેરાસરના મૂળ ગભારાના બહારના ભાગમાં ત્રણ દિશાએ મૂળ નાયકના નામનાં બિંબ ઘણું કરી સ્થાપન કરેલાં હોય છે, “વાવતઃ gs” ભગવાનની પીઠ વર્જવી જોઈએ એવું જે શાસ્ત્રવાક્ય છે તે પણ જો ભમતીમાં ત્રણે દિશાએ બિંબ સ્થાપન કરેલા હોય તે તે દોષ ચારે દિશામાંથી ટળે છે.