SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ તુલ્ય ભગવતી શ–૧૪, ૩ ૭ ૩૩ મહાવીર : હૈ ગૌતમ! મને પ્રકારના આહાર કરે છે. હે ભગવન્ ! એનું શું કારણ ? ગૌતમ : મહાવીર : હૈ ગૌતમ ! જે નેરિયાએ એક પ્રદેશ આછા દ્રવ્યના આહાર કરે છે તે વીચિદ્રશ્યના આહાર કરે છે, અને જે નેરિયા પરિપૂર્ણ દ્રવ્યના આહાર કરે છે તે અવીચિદ્રબ્યાના આહાર કરે છે. એ રીતે ૨૩ દંડક કહેવા. સર્વ જીવ વીચિદ્રવ્ય અને અવીચિદ્રવ્ય અને પ્રકારના અહાર કરે છે. તુલ્ય શ્રી ભગવતી સૂત્ર શ. ૧૪, ૬, ૭ ના અધિકાર ગૌતમ : હે ભગવન્ ! તુલ્ય કેટલ પ્રકારના છે? મહાવીર : હે ગૌતમ ! તુલ્ય છ પ્રકારના કહ્યા છેઃ (૧) દ્રવ્યતુલ્ય (૨) ક્ષેત્રતુલ્ય (૩) કાળતુલ્ય (૪) ભવતુલ્ય (૫) ભાવતુલ્ય (૬) સંસ્થાન તુલ્ય. ગૌતમ : હે ભગવન્ ! દ્રવ્યતુલ્ય કાને કહે છે ? મહાવીર : હું ગૌતમ ! એક પરમાણુ પુદ્ગલ ખીજા પરમાણુ પુદ્ગલની સાથે દ્રવ્યથી તુલ્ય છે, પરંતુ પરમાણુ પુદ્ગલ, પરમાણુ પુદ્ગલ સિવાય બીજા પદાર્થોની સાથે દ્રવ્યથી તુલ્ય નથી. જેમ એક પરમાણુ પુદ્ગલ એ પ્રદેશી કંધ, ત્રણ પ્રદેશી સ્કંધ યાવત્ દશ પ્રદેશી સ્કંધ, વગેરે સાથે દ્રવ્યથી તુલ્ય નથી. એ રીતે, એ પ્રદેશી કધ (બીજા) એ પ્રદેશી સ્કંધ સિવાય બીજા પટ્ટાની સાથે દ્રવ્યથી તુલ્ય નથી. એ રીતે, ત્રણુ પ્રદેશી` સ્કંધ ત્રણ પ્રદેશી સ્મુધ સિવાય યાવત્ દશ પ્રદેશી ધ દેશ પ્રદેશી કધ-સિવાય શ્રીજા પદાર્થની સાથે દ્રવ્ય તુલ્ય નથી. તુલ્ય સંખ્યાત પ્રદેશી - ક ંધ તુલ્ય સ ંખ્યાત પ્રદેશી સ્કંધની સાથે તુલ્ય છે. તુલ્ય સંખ્યાત પ્રદેશી ધ તુલ્ય
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy