SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મનિશ્ચયાધિકાર ૪૮૯ ભાવાર્થ—જેમ મૂર્ખ માણસ સ્ફટિકમશિને વિષે ઉપધિના ભેદથી થયેલા ભેદને સાચે ભેદ માને છે, તેમ તે કર્મથી થચેલા ભેદને આત્માને વિષે માને છે. ૧૭ વિશેષાર્થ–જે આત્મા નિર્વિકારી અને દહિત છે, તેને મૂર્ખ માણસ કર્મના ભેદને લઈને તેને ભેદ માને છે, તે ઉપર દષ્ટાંત આપે છે. સ્ફટિકમણિ સ્વભાવે શુદ્ધ છે, પણ ઉપાધિના ભેદને લઈને એટલે બીજા રંગનાં પ્રતિબિંબ પડવાને લઈને, તે સ્ફટિકમાં ભેદ લાગે છે. તેવા ભેદને સાચે ભેદ માને તે ભૂખે છે. તેવીજ રીતે આત્મા અભેદ છે, છતાં મૂર્ખ માણસ કર્મના ભેદને આત્માને વિષે આરેપિત કરે છે. ૧૭ જે આત્માને વિરૂપ માને છે, તેઓ શાસનાં વચનને લેપ કરે છે. उपाधिःकर्मजो नास्ति व्यवहारात्स्वकर्मणः । इत्यागमवचो लुप्तमात्मवैरूप्यवादिना ॥१०॥ ભાવાર્થ-જે આત્માને વિરૂપ માનનાર છે, તે “ઉપાધિ કર્મથી થયેલ છે, પિતાનાં કર્મના વ્યવહારથી નથી,” આવાં આગમના વચનને લેપે છે. ૧૮ વિશેષાર્થ– ઉપાધિકર્મથી થયેલ છે, પણ પિતાનાં કર્મના વ્યવહારથી નથી, એટલે જે જે ઊપાધિ જોવામાં આવે છે, તે કર્મને લઈને છે, કાંઈ કર્મનો વ્યવહારથી નથી. આ પ્રમાણે આગમનું
SR No.023143
Book TitleAdhyatmasara
Original Sutra AuthorN/A
AuthorMohanlal Rugnath
PublisherMohanlal Rugnath
Publication Year
Total Pages648
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy