SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૩ મિથ્યાત્વ ત્યાગાધિકાર આવે છે, તે અધ્યાત્મથી ભિન્ન છે, તેથી ભેદ બુદ્ધિમાં એ વાત સંભવે છે. ૫૪ ત્યારે “હું કર્તા છું' એવો અહંભાવ શાથી થાય છે? प्रकृतैः क्रियमाणानि गुणैः कर्माणि सर्वथा । अहंकार विमूढात्मा काहमिति मन्यते ॥ ५५ ॥ ભાવાર્થ–સર્વ કર્મો સર્વથા પ્રકૃતિના ગુણેથી બને છે. અહંકારથી મૂઢ એ આત્મા “હું કર્તા છું” એમ માને છે. પ૫ વિશેષાથે–આ જગતમાં જેટલાં કર્મે છે, તે બધાં પ્રકૃતિના ગુણેને લઈને છે, એટલે પ્રકૃતિને લઈને કર્મો બને છે. અહંકારથી મૂઢ એ આત્મા “ હું કર્તા છું એટલે “આ કર્મો હું કરૂં છું” એમ માને છે, તે ખોટું છે. કારણ કે, કર્મો પ્રકૃતિને લઈને બને છે. તેમાં આત્માને કાંઈપણ સંબંધ નથી ૫ ૫ વિચાર કરતાં એ કપિલ દર્શન પણ સારૂ નથી. विचार्यमाणं नो चारू तदेतदपि दर्शनम् । कृति चैतन्ययोळक्तं सामानाधिकरण्यतः ॥५६॥ ભાવાર્થ–વિચાર કરતાં એ કપિલ દર્શન પણ સારું નથી, એમ લાગશે. કારણ કે, તેમાં પ્રકૃતિ અને ચેતનનું સમાનાધિકરણ પણું છે. ૫૬
SR No.023143
Book TitleAdhyatmasara
Original Sutra AuthorN/A
AuthorMohanlal Rugnath
PublisherMohanlal Rugnath
Publication Year
Total Pages648
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy