________________
અધ્યાત્મ સાર.
અનુષ્ઠાન પાંચ પ્રકારનું છે.
विषं गरोऽननुष्ठानं तद्धेतुरमृतं परम् । गुरुसेवाद्यनुष्ठानमिति पंचविधं जगुः ॥ २ ॥
૨૨૦
ભાવા—વિષાનુષ્ઠાન, ગરાનુષ્ઠાન, અનનુષ્ઠાન, ત હેતુઅનુજ્ઞાન, અમૃતાનુષ્ઠાન, એ પાંચ પ્રકારના ગુરૂ સેવાકિ અનુષ્ઠાન કહેલ છે. ૨
વિશેષા-ગ્રંથકાર, ગુરૂસેવાકિ અનુષ્ઠાનના પાંચ ભેદ પાડે છે. વિષાનુષ્ઠાન, ગરાનુષ્ઠાન, અનનુષ્ઠાન, તદ્વેતુઅનુષ્ઠાન, અમૃતાનુ છાન, એ પાંચ પ્રકારનાં અનુષ્ઠાન પ્રવર્તે છે, તેનાં લક્ષણેા અનુક્રમે કહેવામાં આવશે. ૨
વિષાનુષ્ઠાનનું લક્ષણ.
आहारोपधिपूजा प्रनृत्याशंसया कृतम् । शीघ्रं सच्चित्ततृत्वा द्विपानुष्ठानमुच्यते ।। ३ ।।
ભાવા ——આહાર, વસ્ત્રાદિ ઊપકરણ, પૂજા, અને સમૃદ્ધિ વગેરેની આશાએ કરેલ અનુષ્ઠાન સત્વર શુભચિત્તને હણુનારૂ હાવાથી તે વિષાનુષ્ઠાન કહેવાય છે. ૩
વિશેષા—જે મિષ્ટાન્ન ખાવાની ઇચ્છાથી, વસ્ત્રાદિ ઉપધિ પ્રાપ્ત કરવાની લાલચથી, લેાકેામાં પૂજાવાની આશાથી, અને સમૃદ્ધિ