SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ અધ્યાત્મ સાર. પાધિથી મુક્ત થાય છે, ત્યારે તે સ્વતઃ પિતાને નિર્મળતા ગુણ પ્રાપ્ત કરે છે. તેવી જ રીતે મમતાના ત્યાગથી સમતાને સ્વાભાવિક ગુણ પ્રકાશિત થાય છે. ૧ સમતા કોને કહેવાય? प्रियाप्रियत्वयोर्यार्थे व्यवहारस्य कल्पना । निश्चयात्तव्युदासेन स्तमित्ये समतोच्यते ॥॥ ભાવાર્થ-પ્રિય અને અપ્રિયપણાના અર્થમાં વ્યવહારની કલ્પના છે, એટલે વ્યવહારનયની કલ્પના છે, પરંતુ નિશ્ચયનયથી તેને ત્યાગ કરી સ્થિર થઈને રહેવું, તે સમતા કહેવાય છે. ૨ વિશેષાર્થ—આ જગતમાં આ પ્રિય છે અને આ અપ્રિય છે. એવી જે કલ્પના છે, તે વ્યવહારનયની અપેક્ષા એ છે, પરંતુ નિશ્ચયનયથી જોતાં તે કઈ વસ્તુ ઈષ્ટ કે અનિષ્ટ છે જ નહીં. કહેવાને આશય એ છે કે, આ જગતમાં કઈ પ્રિય કે અપ્રિય વસ્તુતાએ છેજ નહીં, તેથી તે પ્રિય-અપ્રિયને ત્યાગ કરી, નિશ્ચલ-શાંત રહેવું, તે સમતા કહેવાય છે. ૨ નિશ્ચય નયથી ઈષ્ટ કે અનિષ્ટ કાંઈ છે જ નહીં. तेष्वेव विषतः पुंसस्तेष्वेवार्थेषु रज्यतः । निश्चयात्किचिदिष्ट वानिष्टं वा नैव विद्यते ॥३॥
SR No.023143
Book TitleAdhyatmasara
Original Sutra AuthorN/A
AuthorMohanlal Rugnath
PublisherMohanlal Rugnath
Publication Year
Total Pages648
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy