________________
ત્રીજા શતકનુ સમાપ્તિ વચન
અજ્ઞાનીઓના અજ્ઞાનરૂપી અંધકારને ભેદવામાં ઝળ— હળતા સૂર્ય સમાન, સંયમ અને બ્રહ્મચર્ય'ની આરાધના વડે ચમકતા શુક્રના તારા જેવા, ઉપદેશામૃત વડે સૌ જીવાના કષાયાને શાંત કરવામાં ચંદ્ર જેવા, જમ`ન, ફ્રાંસ, ઈટાલી, અમેરિકા, યુરેપ, આદિ પાશ્ચાત્ય વિદ્વાનને જૈનધમ ના પરિચય કરાવવામાં બ્રહ્મા જેવા, સ્યાદ્વાદ, નયાદિ તત્ત્વજ્ઞાન દ્વારા ભારતીય પ્રચંડ વિદ્વાનેાની ધાર્મિક રક્ષા કરવામાં વિષ્ણુ જેવા, અજ્ઞાન, મિથ્યાભ્રમ અને રુઢિવાદને દફનાવવામાં શંકર જેવા, શાસ્રવિશારદ મહાન વિભૂતિ જૈનાચાય શ્રી ૧૦૦૮ શ્રીવિજયધમસૂરીશ્વરજી મહારાજા ભગવાન મહાવીરસ્વામીની ૭૪ મી પાટ પર પરાને દેઢીષ્યામાન કરી જગતમાં અમર થયા છે.
તેઓશ્રીના શિષ્ય શાસનદીપક મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજે પેાતાના સ્વાધ્યાય માટે ભગવતીસૂત્રના ૬ શતક સુધીનું સ ંક્ષેપમાં વિવરણ લખ્યું હતું. તેમને સુધારી વધારીને તેમના સુશિષ્ય ન્યાય—બ્યાકરણ કાવ્યતીથ પન્યાસ પદ્મ વિભૂષિત શ્રી પૂર્ણાન વિજયજી ( કુમાર શ્રમણે) એ વિસ્તૃત ટિપ્પણ દ્વારા સ્પષ્ટ કરી પુસ્તકારુઢ કર્યું છે. शुभ भूयात् सर्व जीवानाम् ॥
c
卐