SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૧) વકતૃત્વ શક્તિ ધીરે ધીરે સેળે કળાએ ખીલી ઉઠી. વ્યાખ્યાન આપવાની તેમની શૈલી સર્વત્ર પ્રશંસા પામી. અને તેમના વ્યાખ્યાનેની ધૂમ મચવા લાગી. “ઈન્દોર વ્યાખ્યાનમાળા અને કરાંચીના તેમના વ્યાખ્યાને તે પુસ્તકરૂપે પણ પ્રગટ થઈ ચૂકયા છે. જેને લોકે ખૂબ પ્રેમથી વાંચે છે. આચાર્યશ્રી વિજય ધર્મસૂરીશ્વરજી મહારાજને શિવપુરીમાં સ્વર્ગવાસ થતાં તેમના મહાન કાર્યોની જવાબદારી મુખ્યરૂપે વિદ્યાવિજયજી મહારાજ ઉપર આવી પડી. શ્રી વીરતત્ત્વ પ્રકાશક મંડળ શિવપુરી, શ્રીવિયધર્મ લક્ષ્મી જ્ઞાનમંદિર આગ્રા અને શ્રી યશોવિજયજી જેને ગ્રંથમાળા ભાવનગર, આ મુખ્ય સંસ્થાઓનું કુશળતા ભરી રીતે તેઓ સંચાલન કરવા લાગ્યા, સાથે સાથે લેખન કાર્ય અને ધર્મ, પ્રચાર કાર્ય પણ ચાલુ જ હતું. “ધર્મ દવજ” નામના એક પત્રનું પણ તેઓ સંચાલન કરતા. જેમના અગ્રલેખાના સમયને ઓળખે’ નામના બે ભાગ બહાર પાડયા છે. જે સારી પ્રસિદ્ધિને પામ્યા છે અને જેણે રૂઢિચુસ્તમાં ખળભળાટ મચાવ્યો હતે. વડોદરા સ્ટેટનાં સંન્યાસ પ્રતિબંધક કાયદામાં આ પુસ્તકે આધારભૂત માનવામાં આવ્યા હતા. “સૂરીશ્વર અને સમ્રા” નામનું ઐતિહાસિક પુસ્તક પણ મહારાજશ્રીએ લખ્યું છે, જેમાં શ્રી હીરવિજયસૂરીશ્વર અને અકબર બાદશાહને પ્રમાણિક ઈતિહાસ લખવામાં આવ્યું છે. શ્રી વીરતત્ત્વપ્રકાશ મંડળના સંચાલન વખતે પૂ. મહારાજશ્રી સવારમાં બાળકે જ્યારે તેમને પ્રતિદિન વંદન કરવા જતા તે વખતનું તેમનું પ્રવચન બાળકમાં ઉત્તમ ભાવનાઓ અને ધાર્મિક સંસ્કારો રેડનાર થતું. જેથી શિવપુરીમાંથી ઘણા
SR No.023133
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanandvijay
PublisherVidyavijay Smarak Granthmala
Publication Year1987
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy