SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૨ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ કરનારનો જાણવો. અહીં પૂર્વના ઉત્તર વૈક્રિય સંઘાત અને દેવ વૈક્રિય સંઘાતનો એક વિગ્રહ સમય અંતર થાય છે. અથવા ૨ સમય ઉત્તર વૈક્રિય કરીને ત્રીજા સમયે મરેલા તે જ ઔદારિક જીવનો અને વિગ્રહવિના દેવમાં ઉત્પન્નનો તે જ ત્રીજા સમયે દેવ વૈક્રિય સંઘાત કરતા ૧ સંઘાત પરિશાટસમય સંઘાત અંતર થાય છે. વૈક્રિય ઉભયનો જઘન્ય અંતરકાળ અને પરિશાટનો જઘન્ય અંતરકાળ :- ઉભય-૧ સમય, અંતર્મુહૂર્તકાળ વિકર્વીને-વૈક્રિયશરીરમાં રહી મરેલા દેવમાં ઋજુગતિથી જનારા જીવનો સંઘાતસમય અંતર અર્થાત્ જે ઔદારિક શરીરી વૈક્રિય લબ્ધિવાળો, કરેલ વૈક્રિયશરીરવાળો પરિપૂર્ણ તિર્યંચ-મનુષ્ય વૈક્રિય સ્થિતિકાળ સુધી સંઘાત-પરિપાટ કરીને મરે, અને અવિગ્રહથી દેવમાં ઉત્પન્ન થઈ ૧લા સમયે વૈક્રિય સંઘાત કરે છે, બીજા વગેરે સમયમાં સંઘાત-પરિશીટ તે સંબંધિ ઉભયનો અંતરમાં ૧ સંઘાત સમય થાય છે. પ્રશ્ન-૧૧૪૯- જો એમ હોય તો વિરવિત્રિય મય એવું ચિર’ ગ્રહણ નિરર્થક થાય છે. કારણ કે અહીં, મનુષ્યાદિમાં જે ચિર કે અલ્પકાળ સુધી વૈક્રિય સંઘાત પરિશાટ કરીને અવિગ્રહથી દેવમાં ઉત્પન્ન થાય છે, તેનાથી જ પ્રયોજન છે તો ચિરશબ્દના વિશેષણ તરીકે શું જરૂર છે? ઉત્તર-૧૧૪૯ – સાચું. પરંતુ પ્રથમ સમયે મરણના નિષેધમાટે આમ કહ્યું છે. અથવા વૈક્રિય સંઘાત પછી વિચારતા સપ્રયોજન હોવાથી બીજા વગેરે સમયોમાં આકસ્મિક સમાપ્ત (પ્ર.અસમાપ્ત) વૈક્રિયાનું પણ મરણ કહ્યું છે. અહીં અસમાપ્ત વૈક્રિયાનું પણ મરણ બતાવવાથી કાંઈક પ્રયોજન છે. એ બતાવવાં ચિર ગ્રહણથી પરિપૂર્ણ અંતર્મુહૂર્ત મનુષ્યાદિવૈક્રિય સ્થિતિકાળથી પણ આચાર્ય અનુજ્ઞા કરી છે. એટલે દોષ નથી. એકવાર વૈક્રિયસર્વશાટ કરીને ફરીથી તે કરનારનું જઘન્ય અંતર અંતર્મુહૂર્ત હોય છે. જેમકે કોઈ ઔદારિકશરીરી વૈક્રિય લબ્ધિવાળો કોઈ પ્રયોજનમાં વૈક્રિયશરીર કરીને સર્વકાર્ય સિદ્ધ થયા પછી અંતે તેનો સર્વપરિપાટ કરીને ફરી ઔદારિક શરીરને આશ્રય કરે છે ત્યાં અંતર્મુહૂર્ત રહીને ફરી પ્રયોજન આવતાં વૈક્રિય કરે છે અને અંતર્મુહૂર્ત રહીને ફરી ઔદારિકમાં આવતો વૈક્રિયનો સર્વશાટ કરે છે. એટલે વૈક્રિયના શાટ અને સર્વશાટના અંતરમાં ઔદારિક વૈક્રિયગત ૨ અંતર્મુહૂર્ત થાય છે આ બે અંતર્મુહૂર્ત દ્વારા પણ મોટું અંતર્મુહૂર્ત વિવક્ષિત છે. એટલે જઘન્ય વૈક્રિયશાટનું અંતર અંતર્મુહૂર્ત ઘટે છે. વૈક્રિય ત્રણેયનો ઉત્કૃષ્ટતર કાળ - કોઈજીવ વૈક્રિયશરીરના સંઘાતાદિત્રણેને કરીને વનસ્પતિમાં ઉત્પન્ન થાય છે ત્યાં અનંતકાળ પસાર કરી ઉદ્ધરીને ફરી વૈક્રિયશરીર પ્રાપ્ત કરી તે ત્રણ સંઘાતાદિ કરે છે ત્યારે તેના સંબંધિ તે જ અનંતોત્સર્પિણી-અવસર્પિણીરૂપ વનસ્પતિકાળ ઉત્કૃષ્ટ અંતરકાળ થાય છે.
SR No.023132
Book TitleVisheshavashyak Bhashya Part 02
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy