SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ છતાં તે વિદ્યમાન જણાય છે તેમ કેમ કેવલજ્ઞાન વિદ્યમાન ન થાય ? થાય જ. એટલે વિદ્યમાન જ્ઞાનદર્શનનો ઉપયોગ નિરંતર હોય' એ અનેકાંતિક જ થયું. પ્રજ્ઞાપનામાં પણ “મડુનાની અંતે ! મનાઈન રિ નમો વિરં દોઃ ?” વગેરે દ્વારા કાયસ્થિતિમાં શેષ જ્ઞાનદર્શનોનો કાળ દીર્ઘ સ્થિતિવાળો કહ્યો છે. પણ ઉપયોગ તો અંતર્મુહૂર્તનો જ છે. લબ્ધિથી એ બધા એટલા કાળ સુધી હોય પણ બોધાત્મ ઉપયોગથી ન હોય. તેમ કેવળજ્ઞાન પણ છે. પ્રશ્ન-૧૧૧૯ – ક્રમસર ઉપયોગ માનવામાં તો પ્રતિ સમય જ્ઞાન-દર્શનનો અંત થશે, એટલે અનંત નહિ રહે. વળી જ્ઞાનાવરણાદિનો ક્ષય પણ નિરર્થક થાય. તથા આવરણ રહિત બે પ્રદીપ જેમ વસ્તુને અનુક્રમે પ્રકાશતા નથી, સાથે જ પ્રકાશે છે તેમ આ બંને પણ વસ્તુને એક સાથે જ પ્રકાશે છે. અથવા બંને એકબીજાને આવરનારા થશે. એમ જો ન માનો તો એકના ઉપયોગકાળે બીજાને નિષ્કારણ આવરણ પ્રાપ્ત થશે. એટલે “નિત્ય સત્તા અથવા અસત્તા પ્રાપ્ત થશે.” તથા જ્ઞાન અથવા દર્શનમાં અનુપયુક્ત કેવળની માનવાથી તે અસર્વજ્ઞ અથવા અસર્વદર્શી થાય એવું તેમને માનવું ઈષ્ટ ક્યાંથી થાય? ઉત્તર-૧૧૧૯- તો છદ્મસ્થને પણ જ્ઞાન-દર્શનનો એકાંતર ઉપયોગ માનવાથી આ બધા દોષો સમાનપણે જ લાગશે. એટલે કે જ્ઞાનના અનુપયોગ વખતે અજ્ઞાનીપણું, અને દર્શનના અનુપયોગ વખતે અદર્શીપણું, મિથ્યા આવરણનો ક્ષય અને નિષ્કારણ આવરણ એ દોષો છદ્મસ્થને પણ લાગશે. પ્રશ્ન-૧૧૨૦ – સર્વેક્ષણાવરણ કેવલી હોય છઘસ્થ નહિ. તેથી યુગપતુ જ્ઞાન-દર્શન ઉભયોપયોગવિદન છઘસ્થને જ થાય સાવરણ હોવાથી, કેવલીને નહિ, તે નિરાવરણ હોય છે એમને એ વિઘ્ન કઈ રીતે હોય? ઉત્તર-૧૧૨૦ – જો કે છદ્મસ્થ ક્ષીણ નિશેષાવરણ નથી છતાં દેશથી તેનો પણ આવરણક્ષય પ્રાપ્ત થાય છે, તેથી તેના આવરણના દેશલય છતે યુગપત્ સર્વ વસ્તુ વિષયજ્ઞાન-દર્શન ઉભયોપયોગ થવો બરાબર નથી એટલું જ અમે માનીએ છીએ જે દેશથી અસર્વવસ્તુ વિષયજ્ઞાન-દર્શન ઉભયોપયોગ છે. તે શું છઘનો નિષેધ કરાય છે? ના, એને યુગપત્ ઉભયોપયોગ નથી, એટલે એ કેવલીનો પણ ઘટતો નથી. પ્રશ્ન-૧૧૨૧- જો કર્મોપયોગિત્વ માનો તો કેવલિ જે જ્ઞાન કે દર્શનમાં ઉપયુક્ત છે તે છે અને જેમાં ઉપયુક્ત નથી તે નથી જ. અનુપલભ્યમાન–ાતુ ખરવિષાણવતું એમ માનવું પડશે ને? ઉત્તર-૧૧૨૧ – તો પછી દર્શનાદિત્રિક-દર્શન-જ્ઞાન-ચારિત્રમાં છદ્મસ્થ સાધુનો યુગપત્ ઉપયોગ નથી, કારણ કે છદ્મસ્થને યુગપદુપયોગાભાવ તે માન્યો છે. તો દર્શનાદિત્રિકમાં જ્યાં
SR No.023132
Book TitleVisheshavashyak Bhashya Part 02
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy