SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી પ્રશ્નોત્તર આવશ્યક સૂત્રાર્થધર એ આવશ્યક સમાસ નિર્દેશ, અધ્યયન-શસ્ત્રપરિજ્ઞા, શસ્ત્રપરિજ્ઞા અધ્યેતા એ અધ્યયન સમાસ નિર્દેશ, (૭) ઉદ્દેશ-અધ્યયનો પ્રદેશ-જેમકે-ભગવતીમાં પુદ્ગલોદેશક તે ઉદ્દેશ નિર્દેશ કહેવાય છે. (૮) ભાવ-ઔદાયિક, ક્ષાયિક ભાવ અથવા જ્ઞાન, દર્શન, ચારિત્ર, જ્ઞાનાદિનો ક્ષાયિક-ક્ષાયોપથમિક ભાવવૃત્તિ હોવાથી ભાવનિર્દેશ છે. પ્રસ્તુતમાં પ્રત્યેક ૮ પ્રકારના ઉદ્દેશ-નિર્દેશમાં સમાસોદેશ-નિર્દેશ વિશેષથી અધિકૃત છે જેમકે પ્રસ્તુતમાં “અધ્યયન” આ સમાસોદેશ છે અને “સામાયિક” વિશેષાભિધાનરૂપ હોવાથી સમાસ નિર્દેશ છે. એમ સ્વમતિથી યથા સંભવ શેષ શ્રુતસ્કંધ ચતુર્વિશતિસ્તવાદિ. જેમકે શ્રુતસ્કંધ એ સમાસોદેશ તથા આવશ્યક એ સમાસ નિર્દેશ અધ્યયનોમાં જોડવું. “સામાયિક” એ શબ્દ નપુંસક તરીકે રૂઢ છે, એના ઉચ્ચારણ કરનારા સ્ત્રી-પુ નપું ત્રણ ભેદે છે એને નયોથી વિચારાય છે. પ્રશ્ન-૭૧૭ – કયો નય ક્યા નિર્દેશને ઇચ્છે છે? વળી તે નિર્દેશને નિર્દેશકવશ કે નિર્દેશ્યવશથી ઇચ્છે છે? ઉત્તર-૭૧૭ – નૈગમ :- અનેક પ્રકારે વસ્તુને અંગીકાર કરવામાં તત્પર હોય તે નૈગમનય કહેવાય. એ નિર્દેશ્ય અને નિર્દેશક એમ બંને પ્રકારે નિર્દેશ ઇચ્છે છે. કારણ કે આ નય લોકવ્યવહાર પર અને અનેક આગમ રૂપ છે. નિર્દેશ્યવશ :- દા.ત. વાસવદતા, તરંગવતી, પ્રિયદર્શના કથા વગેરે લૌકિક ગ્રંથોમાં નિર્દેશ્યવશ વ્યવહાર થાય છે. અને લોકમાં નિર્દેશક વશ-મનદ્વારા પ્રણીત ગ્રંથ મનુ, અક્ષપાદે કહેલો અક્ષપાદ વગેરે લૌકિકમાં નિર્દેશક વશ પણ વ્યવહાર થાય છે. અને લોકોત્તરમાં-નિર્દેશ્ય-પૂડજીવનિકાયપ્રતિપાદક અધ્યયનડજીવનિકા, સાધ્વાચાર પ્રતિપાદક ગ્રંથ-આચાર વગેરે વ્યવહાર થાય છે, તથા નિર્દેશકકપિલદ્વારા પ્રણીત કપિલીયમ્ અધ્યયન, હરિકેશી પ્રણીત હારિકેશીયમ્, કેશી-ગૌતમે કહેલું કેશી-ગૌતમીય નંદિ સંહિતા, જિનપ્રવચન વગેરે વ્યવહાર થાય છે. એમ સાવદ્ય વિરમણ રૂપ સામાયિક રૂઢિથી નપુંસક છે. એમ માની નિર્દેશ્યવશાત્ નૈગમ એનો નપુંસક નિર્દેશ જ માને છે. જેમકે-સામાયિક નપુંસક છે તેમજ સામાયિકને નિર્દેશ કરનાર ત્રણે લિંગવાળા હોવાથી સામાયિકની ત્રિલિંગતા પણ તેને માન્ય છે. જેમકે, સામાયિકનો નિર્દેશ કરનાર સ્ત્રી, પુરુષ, નપુંસક વગેરે હોય તો તે તે લિંગમાં તેનો વ્યપદેશ થાય છે. અથવા દેવદત્તાદિએ ઘટાદિ શબ્દ ઉચ્ચારતાં તે ઘટાદિશબ્દ ઉચ્ચારક દેવદત્તાદિ પરિણામ હોવાથી દેવદત્તાદિના શબ્દથી વ્યપદેશાય છે. તથા તેના અભિધેય પહોળા પેટાદિ આકારવાળા એવા ઘટાદિ પદાર્થથી પરિણામ હોવાથી ઘટાદિશબ્દથી પણ લોકમાં કહેવાય છે. જેમ સામાયિક સ્ત્રી વગેરે બંને પ્રકારના નિર્દેશને નૈગમનય માને છે.
SR No.023132
Book TitleVisheshavashyak Bhashya Part 02
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy