SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ ___ कनकं तथा युवतिश्च धर्मान्तेवासिनी ममेति बुध्या परिगृहणतो न ग्रन्थः, देहार्थत्वात् આહીરવત્ / યુવતિ મારી ધર્માતેવાસિની છે, તથા સુવર્ણ વિષઘાતક છે. (વિષધાતાદિ ઉપરોક્ત આઠ ગુણો સુવર્ણમાં છે.) એવી બુદ્ધિથી ગ્રહણ કરતાં તે બંને આહારની જેમ શરીરોપકારી હોવાથી પરિગ્રહ નથી. પ્રશ્ન-૧૦૧૫ - જો એમ હોય તો, તમારા દ્વારા ગ્રંથત્વથી પ્રસિદ્ધ કનકાદિનું અગ્રંથત્વ સાધવાથી તો ગ્રંથ-અગ્રંથ વિભાગની વાર્તા પૂરી. અને અગ્રંથવેન મારા અભિમત દેહનું થો રેઃ aષાયgિવત્ નહિવત્ એ રીતે ગ્રંથત્વ સાધવાથી ગ્રંથાગ્રંથની વાર્તા પૂરી થાય. એકબાજુ તમે કનકને અગ્રંથતરીકે સાધો છે અને બીજી બાજુ તેને જ ગ્રંથત્વના સાધવાના દષ્ટાંત તરીકે લગાવો છો તો તમે જ કહો – શું ગ્રંથ અને શું અગ્રંથ? ઉત્તર-૧૦૧૫ – ગ્રંથ-અગ્રંથ વિભાગ - તેથી એવી કઈ વસ્તુ લોકમાં છે કે જે આત્મસ્વરૂપથી સર્વથા ગ્રંથ હોય કે અગ્રંથ હોય? કોઈ નહિ. તેથી “મુછ પર વૃત્તો 37 મસિ" (રવૈજ્ઞાનિવ ૦ ૬) ના વચનથી, જે વસ્ત્ર-દેહ-આહાર-કનકાદિમાં મૂચ્છા થાય તે નિશ્ચયથી ગ્રંથ જ્યાં મૂચ્છ ન થાય તે અગ્રંથ. એ કારણથી રાગદ્વેષ રહિત વ્યક્તિને વસ્ત્રાદિ જે જે સાધન સંયમમાં ઉપકારક થાય તે બધા અપરિગ્રહ છે, અને જે જે સંયમનો ઘાત કરનારા થાય તે સર્વે પરિગ્રહ છે. વસ્ત્રાદિ ઉપધિનું પ્રયોજન પ્રશ્ન-૧૦૧૬ – વસ્ત્રાદિક શું સંયમોપકાર કરે છે કે જેથી તેને ગ્રહણ કરવું જોઈએ? ઉત્તર-૧૦૧૬ – સુતરાઉ-ઉની વસ્ત્રોથી ઠંડીથી પીડાતા સાધુઓનું રક્ષણ થાય છે અને આર્તધ્યાન દૂર કરાય છે. તેમજ અગ્નિ તૃણ-ઇંધણમાં રહેલા જીવોનું રક્ષણ કરાય છે. અર્થાતજો વસ્ત્રો ન હોય તો ઠંડીથી પીડાતા સાધુઓ અગ્નિ-તૃણ-ઇંધણથી આગ કરે, અને તે કરવામાં તેમાં રહેલા જીવોનો ઉપઘાત અવશ્યભાવિ છે. વસ્ત્રો ઓઢતાં તે નથી જ થતો. કારણ કે વસ્ત્રોથી અગ્નિ-તૃણાદિ બાળ્યા વિના પણ ઠંડી દૂર થઈ જાય છે. સમસ્તરાત્રિ જાગતા સાધુને ચાર કાલગ્રહણ લેવાના હોય છે. તેથી હિમ વરસતી શીત પડતાં છતાં ચાર કાળ લેતા તે ઋષિઓ વસ્ત્રો ઢાંકેલા હોય તો નિર્વિદન સ્વાધ્યાય ધ્યાન સાધના કરે છે. તથા મહાવાયુથી ઉડેલી સચિત્તપૃથ્વી ધુમ્મસ, વરસાદ, ઓસ, સચિતરજ, પ્રદીપ, તેજ વગેરેમાં રહેલા જીવોની રક્ષામાટે વસ્ત્રો થાય છે. તથા મૃત વ્યક્તિને ઢાંકવા બહારલઈ જવા માટે શ્વેત ઉજ્જવલ ઢાંકવાનો પટાદિવસ્ત્ર હોવો જોઈએ અને ગ્લાનને પણ તે પ્રાણોપકારી છે. તે પરમગુરુને ૧. સુવર્ણના આઠ ગુણો - વિષયાત-રસાયન-મન-છવિ-નયા: પ્રવક્ષિાવતા गुरुता च दग्ध कृष्टताऽष्ट गुणा सुवर्णे भवन्ति ॥
SR No.023132
Book TitleVisheshavashyak Bhashya Part 02
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy