SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ (૫) ગંગ-તિક્રિયા ઉપયોગવાદી ઉલૂક જનપદ-મહાગિરિ-શિષ્યધનગુપ્ત-શિષ્ય આર્યગંગ એ નદીના પૂર્વતટે છે આચાર્ય પશ્ચિમ તટે. શરદ સમયમાં સૂરિને વંદન માટે જતો ગંગ નદી ઉતરે છે તે ટાલીયો છે ઉપર ગરમીથી ટાલ બળે છે. નીચે નદીના શીતલ જલથી ઠંડક થાય છે. એવામાં વચ્ચે મિથ્યાત્વમોહના ઉદયથી એણે વિચાર્યું-અહો ! સિદ્ધાંતમાં એક સાથે બે ક્રિયાનો અનુભવ નિષેધ કર્યો છે અને હું તો એક જ સમયે ગરમી-ઠંડી અનુભવું છું. એ અનુભવસિદ્ધ હોવાથી આગમોક્ત સુંદર નથી એમ વિચારીને ગુરુને કહ્યું – ગુરુએ આગળ કહેવાતી યુક્તિઓથી સમજાવ્યો. જ્યારે આગ્રહ ન છોડ્યો ત્યારે ગચ્છબહાર કર્યો. વિહાર કરતો રાજગૃહમાં આવ્યો ત્યાં મહાતપસ્વીર નામના ઉપાશ્રયમાં મણિનાગનામના નાગનું ચૈત્ય છે. તેના સામે રહેલો ગંગ પર્ષદા આગળ એક સાથે બે ક્રિયાનું વેદન પ્રરૂપતો હતો. તે સાંભળીને ગુસ્સે થયેલો મણિનાગ બોલ્યો-અહો ! દુષ્ટ શિક્ષક ! એમ કેમ બોલે છે કારણ આ જ સ્થાને સમવસરેલા શ્રીમદ્દવર્ધમાન સ્વામિ એ એક સમયે એક જ ક્રિયાનું વેદન પ્રરૂપ્યું છે. તે મેં પણ સાંભળ્યું છે. તું તેનાથી ય શું હોશિયાર છે કે આ રીતે બે ક્રિયાનું એક સાથે વેદન પ્રરૂપે છે? આ ખોટી પ્રરૂપણા છોડ નહિ તો મારી નાંખીશ. આવા ભયવાક્યો અને યુક્તિવચનોથી પ્રતિબોધ પામેલા તેણે મિથ્યામિદુષ્કૃત આપીને ગુરુ પાસે જઈને પ્રાયશ્ચિત્ત લીધું. યુક્તિ વચનો:પ્રશ્ન-૯૭૧ – યુવાપમયિાસંવેનમતિ, અનુભવસિદ્ધવાત, સમ પદ-શિરોત शीतोष्णक्रिया संवेदनवत् । ઉત્તર-૯૭૧ – જે આ યુગપસ્જિયાયનો અનુભવ તું ગાય છે તે તરતમયોગથી ક્રમથી જ તને થાય છે એક સાથે નહિ, પરંતુ એ ક્રમભવન છતાં તું જાણતો નથી. સમયઆવલિકાદિ કાળ સૂક્ષ્મ છે તથા મન અત્યંત ચલ અને સૂક્ષ્મ હોવાથી આશુસંચારી છે, એટલે અનુભવ સિદ્ધત્ત્વ હેતુ અસિદ્ધ છે. મન એ સૂક્ષ્મ-અતીન્દ્રિય પુદ્ગલસ્કંધથી બનેલું છે. આશ્ચર-શીધ્રસંચરવાના સ્વભાવવાળું છે માટે આવું મન જે જે કાયાદિ આકાર, સ્પર્શનાદિ દ્રવ્યેન્દ્રિય સંબંધિ દેશ સાથે જે કાળે જોડાય છે તે કાળે તેનું સન્માત્રજ્ઞાન હેતુ થાય છે – જે સ્પર્શનાદિ દ્રવ્યન્દ્રિય દેશથી જોડાય છે તે સ્પર્ધાદિ ઈન્દ્રિય જન્ય જ શીતાદિવિષય કે ઉષ્ણાદિવિષય બેમાંથી એકના જ્ઞાનનો હેતુ થાય છે નહિ કે ઇન્દ્રિય દેશ સાથે તે કાળે સ્વયં તેના સાથે સંબંધ પામેલું નથી તે ઈન્દ્રિયના જ્ઞાનનો પણ હેતુ થાય. તેથી દૂર-ભિન્ન દેશમાં બે ક્રિયા કોઈપણ એક સાથે સંવેદન કરતું નથી. જેમકે પગ-મસ્તકે શીત-ઉષ્ણવેદના રૂપ બે ક્રિયા એક સાથે કોઈને પણ અનુભવાતી નથી. પ્રયોગ- વાદ-શિરોતતો...વેને યુવાપત્
SR No.023132
Book TitleVisheshavashyak Bhashya Part 02
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy