SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૧૪૩ અપરિણામવાળા શિષ્યો નયોનો જે સ્વ-સ્વ વિષય “જ્ઞાન જ શ્રેય છે અને ક્રિયા અશ્રેય છે.’ એમ અશ્રદ્ધાવાળા મિથ્યાત્વને ન પામો, તથા જે અતિપરિણામી છે તે જે એક જ નયથી ક્રિયાદિક વસ્તુ કહી તે જ માત્ર પ્રમાણ તરીકે ગ્રહણ કરતા અને એકાન્તનિત્યાદિ વસ્તુના પ્રતિપાદક નયોનો પરસ્પર વિરોધ માનતા મિથ્યાત્વમાં ન જાઓ. અને જે પરિણામી શિષ્યો છે તે જોકે મિથ્યાત્વમાં જતા નથી, છતાં વ્યાખ્યાન થતા નયો દ્વારા વિસ્તારથી જે સૂક્ષ્મ અને સૂક્ષ્મતર ભેદો છે તેને ગ્રહણ ન કરી શકનારા-અસમર્થ થાય. એમ માનીને આર્યરક્ષિતસૂરિએ કાલિકશ્રુતમાં તેમજ બીજા સર્વશ્રુતમાં વિસ્તાર વ્યાખ્યાનરૂપ નય વિભાગ કર્યો. ચરણકરણાદિ અનુયોગોનો શ્રુતવિભાગ : - અગ્યાર અંગ રૂપ સર્વશ્રુત કાલગ્રહણાદિ વિધિથી ભણાય છે એટલે કાલિક કહેવાય છે. તેમાં પ્રાયઃ ચરણ-કરણસિત્તરીનું પ્રતિપાદન જ છે, એટલે આર્યરક્ષિતસૂરિએ ત્યાં ચરણ કરણાનુયોગ જ વ્યાખ્યાનમાં કર્તવ્ય તરીકે અનુજ્ઞાત કર્યો છે. તથા ઋષિભાષિતઉત્તરાધ્યયનોમાં નમિ-કપિલાદિ મહર્ષિઓ સંબંધી પ્રાય ધર્મ કથાઓ જ કહેવાય છે. એટલે તેમાં ધર્મકથાનુયોગ કર્યો. સૂર્યપ્રજ્ઞપ્તિ વગેરેમાં ચંદ્ર-સૂર્ય-ગ્રહ-નક્ષત્રાદિ ચાર ગણિત જ પ્રાય જણાવાય છે એટલે ત્યાં ગણિતાનુયોગ જ કર્યો. અને સમગ્ર દ્રષ્ટિવાદમાં ચાલનાપ્રત્યવસ્થાનાદિથી જીવાદિદ્રવ્યો જ પ્રતિપાદિત છે, તથા સોનું-રૂપું-મણિ-મોતી વગેરે દ્રવ્યોની સિદ્ધિઓ કહેવાય છે. એટલે ત્યાં દ્રવ્યાનુયોગ જ નિરૂપેલો છે. આ રીતે શ્રુતના વિભાગથી ચાર અનુયોગની વ્યવસ્થા કરી છે. અને દરેક સૂત્રે ચારે અનુયોગ કરવાનો નિષેધ કર્યો છે. ૭માં નિહ્નવ ગોષ્ટામાહિલની ઉત્પત્તિ આર્યરક્ષિતસૂરિએ આયુષ્યના અંત સમયે ઘી-તેલ-વાલ-ઘટાદિની પ્રરૂપણા સકલગચ્છ સમક્ષ કરીને દુર્બલિકા પુષ્પ મિત્ર વગેરે મુનિને સૂત્રાર્થ લેનારા જણાવી વાલઘટની જેમ બધા સૂત્રાર્થ લેનાર શ્રી દુર્બલિકાપુષ્પમિત્રને ગણિ-આચાર્યપદે સ્થાપતાં જે મથુરાનગરીમાં અન્યતીર્થિઓ સાથે વચસ્વી તરીકે વાદ કરવા માટે સૂરિએ પોતાના મામા ગોટામાહિલને મોકલ્યા હતા. તે પ્રતિવાદીને જીતીને આવતા છતાં મને આવા વચસ્વીને છોડીને સૂરીએ આવા મુંગા જેવા ઋષિને આચાર્ય બનાવ્યો. તે તેમણે કેવું અયોગ્ય કર્યું છે. એવા મતથી અને તે ધૃત-ઘટાદિની પ્રરૂપણા સાંભળીને ગાઢ આગ્રહથી મિથ્યાત્વના ઉદયથી તે ગોષ્ટામાહિલ ૭મો નિહ્નવ ઉત્પન્ન થયો. આ પ્રસંગે તેની તથા આગળના ૬ (છ) નિહ્નવોની ઉત્પત્તિ વગેરે પણ કહીશું. પ્રશ્ન-૯૪૩ કહેવાય ? - તો પછી નય-અનુયોગના નિદ્ભવથી ગુરુ આર્યરક્ષિત કેમ નિહ્નવ ન
SR No.023132
Book TitleVisheshavashyak Bhashya Part 02
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy